×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના ડરને ભૂલીને બાઇડ-મૈક્રો પીએમ મોદીને ભેટી પડ્યાં, જોવા મળી ખાસ બોન્ડિંગ

રોમ, તા. 31 ઓક્ટોબર 2021, શનિવાર

અમેરિકા, ફ્રાંસ, જર્મની, રશિયા  સહિત દુનિયાભરના તાકતવર દેશોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા સંબંધ રહ્યાં છે.  તાજેતરમાં જી-20 સમિટમાં ભાગ લેવા રોમ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને મૈક્રોં સાથે થઇ હતી.  

ઈટાલીના રોમમાં ચાલી રહેલી જી-20 દેશોની બેઠકમાં વડા પ્રધાન મોદીની મુલાકાત આજે અમેરિકી પ્રમુખ બાઈડેન સાથે થઈ હતી. અમેરિકી પ્રમુખોને હંમેશા નરેન્દ્ર મોદી સાથે સારી દોસ્તી રહી છે. એ દોસ્તી આ બન્નેની મુલાકાતમાં પણ જોવા મળી હતી. વડા પ્રધાન અને પ્રમુખ બાઈડેને પરસ્પર હળવાશભરી વાતો કરી હતી. તેમના ચહેરા પર સતત હાસ્ય જોવા મળ્યું હતું. સાથે સાથે ફ્રાન્સના પ્રમુખ મેક્રોં સાથે પણ વડા પ્રધાન મોદીની મુલાકાત થઈ હતી. એ બન્ને મહાનુભાવો કોરોનાના ડરને ભૂલીને ભેટી પડ્યા હતા.

યુરોપિયન કમિશન અને કાઉન્સિલના પ્રમુખો સાથે ચર્ચા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે સંયુક્ત બેઠક યોજીને ગ્રહને સુધારવાના ઉદ્દેશ્ય સાથે આર્થિક અને લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. વડા પ્રધાન કાર્યાલયે ટ્વિટ કર્યું, ‘રોમમાં સત્તાવાર કાર્યક્રમો યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ અને યુરોપિયન કમિશનના પ્રમુખ વોન ડેર લેયન સાથે ફળદાયી વાટાઘાટો સાથે શરૂ થાય છે. નેતાઓએ ગ્રહને સુધારવાના ઉદ્દેશ્ય સાથે આર્થિક અને લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી.

વેટિકનમાં પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી
ઈટાલી પહોંચેલા પીએમ મોદી આજે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા ગણાતા પોપ ફ્રાન્સિસને મળવા માટે વેટિકન સિટી પહોંચ્યા હતા. પીએમ મોદીએ પોપ ફ્રાન્સિસને ભારત યાત્રાએ આવવા માટે આમંત્રણ આપ્યુ છે. તે્મણે કહ્યુ હતુ કે, અમારી વચ્ચે દુનિયામાંથી ગરીબી નાબૂદી તેમજ ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. પીએમ મોદી અને પોપ ફ્રાન્સિસની મુલાકાત પર ભારતના ખ્રિસ્તી સમુદાયની પણ નજર હતી. પીએમ મોદીએ વેટિકન સિટીના વિદેશ મંત્રી કાર્ડિનલ પિએત્રો પારોલિન સાથે પણ મુલાકાત કરી હતી.