×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના કેસ વધતા દસ દિવસમાં સોનામાં રૂ. બે હજારથી વધુનો ઊછાળો


શુક્રવારે સોનાનો વાયદાનો ભાવ વધીને 46,593 

કોરોનાના કેસ ઘટવાને પગલે 8 માર્ચ, 2021ના રોજ દસ ગ્રામ સોનાનો ભાવ ઘટીને રૂ. 44331 થઇ ગયો હતો

નવી દિલ્હી : કોરોના કેસોમાં ઘટાડો અને આૃર્થતંત્ર સમાન્ય થયા હોવાના સમાચારની વચ્ચે 8 માર્ચ, 2021ના રોજ10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 44331 રૂપિયા થઇ ગયો હતો. જો કે કોરોનાના કેસ ફરીથી વધતા સોનાના ભાવ ઝડપથી વધી રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોનાને પગલે10 ગ્રામ સોનાનો ભાવ 57,100 રૂપિયા થઇ ગયો હતો. સોનાના ભાવ કોરોનાની બીજી લહેરને પગલે ફરીથી એક વખત વધી રહ્યાં છે. છેલ્લા દસ દિવસમાં10 ગ્રામ સોનાના ભાવમાં બે હજાર રૂપિયાથી વધુનો વધારો થયો છે. 

કોરોના મહામારીનું વધતું સંક્રમણ અને લગ્નની સિઝનની ધ્યાનમાં રાખી વેપારીઓના અંદાજ મુજબ સોનાના ભાવમાં હજુ પણ વૃદ્ધિ જોવા મળશે. સોનાનો અત્યાર સુધીનો ટોચનો ભાવ ગયા વર્ષે ઓગસ્ટમાં જોવા મળ્યો હતો. તે સમયે10 ગ્રામ સોનાનો વાયદાનો ભાવ લગભગ 57100 રૂપિયા થઇ ગયો હતો. 

યુપી ગોલ્ડ એસોસિએશનના સચિવ રામકિશોર મિશ્રાએ જણાવ્યું હતું કે સંક્ટની સિૃથતિમાં રોકાણની બાબતમાં લોકો સોનાને સૌથી સલામત ગણે છે. જેમ જેમ કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે તેમ તેમ સોનાના ભાવ ફરી વધી રહ્યાં છે.  

એમસીએક્સ એક્સચેન્જ પર 4 જૂન, 2021ના રોજનો સોનાનો વાયદાનો ભાવ 30 માર્ચના રોજ 44423 રૂપિયા પ્રતિ ગ્રામ હતો. જો કે ગત સપ્તાહના અંતિમ કારોબારી દિવસ શુક્રવારના રોજ આ સોનાના વાયદાનો ભાવ વધીને 46,593 રૂપિયા થઇ ગયો હતો. એટલે કે માત્ર દસ દિવસમાં દસ ગ્રામ સોનાના ભાવમાં 2170 રૂપિયાનો વધારો થયો છે.