×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાનાં કારણે નોકરી ગુમાવનારાઓનો PF 2022 સુધી સરકાર ભરશે: સીતારમણ

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2021 શનિવાર

નાણા મંત્રી નિર્મલા સિતારણે શનિવારે એક મહત્વની ઘોષણા કરી, તેમણે કહ્યું કે કોરોનાનાં કારણે રોજગાર સંકટ પેદા થયું છે અને તેને જોતા આ વર્ષે મનરેગાનું બજેટ 60 કરોડ રૂપિયાથી વધારીને એક લાખ કરોડ દીધી છે, આ જ પ્રકારે જે લોકોની નોકરી રોગચાળાનાં પગલે ચાલી ગઇ છે, તેમનું પીએફ 2022 સુધી સરકાર ભરશે, શનિવારે લખનઉમાં "ઉભરતે સિતારે ફંડ" લોન્ચ કરવાનાં પ્રસંગે નાણાપ્રધાને આ મોટી જાહેરાત કરી છે.

 નાણા પ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકારે તે લોકોનાં માટે 2022 સુધી નોકરીદાતાની સાથે-સાથે કર્મચારીનાં પીએફની ચુંકવણી કરશે, જેમણે પોતાની નોકરી ગુમાવી દીધી છે, પરંતું તેમને ઔપચારિક સેક્ટરમાં નાના પ્રમાણની નોકરીઓમાં કામ કરવા માટે ફરીથી બોલાવવામાં આવ્યા છે, આ એકમોનું ઇપીએફઓમાં રજીસ્ટ્રેશન કરવાની સુવિધા પણ આપવામાં આવશે.  

સીતારમણે કહ્યું કે જો કોઇ જિલ્લામાં ઔપચારિક સેક્ટરમાં કામ કરનારા 25 હજારથી વધુ પ્રવાસી શ્રમિકો પોતાના મુળ શહેર પાછા ફર્યા છે, તો તેમને કેન્દ્ર સરકારની 16 યોજનાઓમાં 16 યોજનાઓમાં રોજગાર આપવામાં આવશે, તે સાથે જ મનરેગાનું બજેટ પણ વધારીને એક લાખ કરોડ રૂપિયા કરી દીધું છે, કે જે 2020માં 60 હજાર કરોડ રૂપિયા હતા.