×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાથી સંક્રમિત અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનુ સારવાર દરમિયાન AIIMSમાં મોત


નવી દિલ્હી, તા. 7 મે 2021, શુક્રવાર

કોરોનાથી સંક્રમિત અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનુ સારવાર દરમિયાન એમ્સમાં નિધન થયું છે. છોટા રાજન 24 એપ્રિલના રોજ તિહાડ જેલમાં કોરોનાથી સંક્રમિત થયો હતો. દરમિયાન તેની તબિયત લથડતા 27મી એપ્રિલના રોજ વધુ સારવાર માટે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

રાજનનુ 2015માં ઈન્ડોનેશિયાના બાલીમાં પ્રત્યાપર્ણ કરાયુ હતુ.તેને ભારત લાવવામાં આવ્યો તે પછી તે તિહાડ જેલમાં જ બંધ હતો. મુંબઈમાં તેની સામેના તમામ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરાયા હતો. આ કેસ ચલાવવા માટે વિશેષ કોર્ટ પણ બનાવાઈ હતી.

તિહાડ જેલના સૂત્રોનુ કહેવુ છે કે, એક કેસની સુનાવણી માટેની વિડિયો કોન્ફરન્સિંગમાં રાજનને હાજર થવાનુ હતુ પણ તેને કોરોના થયા બાદ હાલમાં તે એમ્સ હોસ્પિટલમાં ભરતી છે.

ઉલ્લેખનીય છે કે, તિહાડ જેલના કેદીઓમાં કોરોનાનુ સંક્રમણ અચાનક વધી ગયુ છે. જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલીદને પણ કોરોનાનુ સંક્રમણ લાગ્યુ છે. તેની જેલમાં જ સારવાર થઈ રહી છે. જ્યારે બિહારના બાહુબલી નેતા શાહબુદ્દીનને કોરોના થયા બાદ તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જેલના સૂત્રોના કહેવા પ્રમાણે સંક્રમિત કેદીઓ માટે હોસ્પિટલમાં અલગથી વોર્ડ બનાવાયો છે. પણ બીજા કેદીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે.હવે કેદીઓનુ પણ મોટા પાયે કોરોના ટેસ્ટિંગ શરુ કરાયુ છે.