×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાથી ચીનમાં લોકોની કફોડી હાલત, ICU અને દવાની ભારે અછત


- સ્મશાનમાં લાશોના ખડકલાં જોવા મળ્યા

નવી દિલ્હી,તા.24 ડિસેમ્બર 2022,શનિવાર

કોરોના વાયરસથી ચીનમાં દરરોજ 5000થી વધારે લોકો જીવ ખોઈ રહ્યા છે. રાજધાની બેઈઝીંગ સહિત દેશના અન્ય પ્રાંતમાં કોવિડ સંક્રમણના કેસો વધી રહ્યા છે. ચીનમાં કોરોનાથી હાલત એટલી ખરાબ થઈ ચુકી છે કે, હોસ્પિટલમાં બેડ, દવા અને આઈસીયૂની ભારે કમી સર્જાઈ છે, જ્યારે શ્મશાન ઘાટ પર પણ ભારે ભીડ થઈ છે. દેશમાં કોવિડના ડરની વચ્ચે અંતિમ સંસ્કાર સ્થળ પર વધુ ચારના મોતના સમાચાર આવ્યા છે. જ્યારે લાશોના અંતિમ સંસ્કારમાં મદદ કરનારા કાર્યકર્તા પહેલાથી કોવિડથી સંક્રમિત થઈ ચુક્યા છે.

આવનારા મહિનામાં ચીનમાં 80 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે અને દસ લાખથી વધારે લોકોના મોત થઈ શકે છે. ચીની માનવાધિકાર કાર્યકર્તા જેનિપર જેંગ, જે ટ્વિટર પર ચાલી રહેલા કોવિડ આંતક વિશેની પોસ્ટ કરી રહ્યા છે. તેમણે ફ્યૂનરલ હોમમાંથી એક વીડિયો શેર કર્યો. જેમાં ચાર લાશો પડી છે. તેમણે આગળ કહ્યું છે કે, લાશને સંભાળી રહેલા કર્મચારી પર કોરોનાથી ચપેટમાં આવી ગયા છે.

જો કે, મજૂરો કામ કરી રહ્યા છે. આ ચીન દ્વારા ચોંગકિંગમાં કોવિડ 19ના લક્ષણોવાળા લોકોને સામાન્ય રીતથી કામ કરવાની મંજૂરી આપ્યા બાદ થયું છે. કેમ કે દેશમાં પહેલી વાર વાયરસ સાથે જીવવાની કોશિશ થઈ રહી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, દુનિયામાં અત્યાર સુધીમાં સૌથી મોટા પ્રકોપથી ઝઝૂમી રહેલો ચીન દરરોજ 10 લાખ કોવિડ સંક્રમિત અને વાયરસથી થતા 5000 મોતનો સામનો કરવો પડી રહ્યો છે.