×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાગ્રસ્ત અર્થતંત્રને બેઠું કરવા આજે 'બજેટ રસીકરણ'


આ બજેટ ભવિષ્યનો માર્ગ કંડારનારું અને સૌથી ઝડપથી વૃદ્ધિ કરતા અર્થતંત્રને પાછું પાટા પર લાવનારું હોવું જોઈએ : નિષ્ણાતો

જીએસટી કલેક્શને વર્ષ ૨૦૨૦માં જાન્યુઆરીમાં રૂ.૧.૧૦ લાખ કરોડ અને ડિસેમ્બરમાં રૂ. ૧.૧૫ લાખ કરોડના વિક્રમ નોંધાવ્યા હતા

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી, 2021, રવિવાર

નાણામંત્રી નિર્મલા સીતારામન સોમવારે તેમના વચન મુજબ 'હટકે' બજેટ રજૂ કરવાના છે. આ બજેટમાં કોરોના મહામારીથી પીડિત સામાન્ય માણસને રાહત આપવામાં આવશે તેમજ સ્વાસ્થ્ય સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પડોશી દેશો સાથે તંગદિલી વધવાની સાથે સંરક્ષણ વધુ ખર્ચ કરીને સરકાર આિર્થક સુધારાઓને આગળ વધારવા પર ધ્યાન આપશે તેવી આશા રાખવામાં આવે છે. બીજી બાજુ બજેટના આગલા દિવસે જ સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. બજેટ પૂર્વે કેન્દ્રની તીજોરી છલકાઈ હોય તેમ જાન્યુઆરી ૨૦૨૧માં સરકારનું જીએસટી કલેક્શન વિક્રમી રૂ. ૧.૨૦ લાખ કરોડની નજીક પહોંચી ગયું છે તેમ સરકારે રવિવારે જણાવ્યું હતું. જાન્યુઆરી ૨૦૨૦ની સરખામણીમાં સરકારની જીએસટી આવક રૂ. ૧૦ હજાર કરોડ વધી છે. જીએસટી કલેક્શનનો અગાઉનો વિક્રમ ડિસેમ્બર ૨૦૨૦માં ૧૧.૬ ટકાના અનપેક્ષિત ઉછાળા સાથે જીએસટી કલેક્શન રૂ. ૧.૧૫ લાખ કરોડ થયું હતું.

મોદી સરકાર વચગાળાના એક બજેટ સહિત નવમું બજેટ રજૂ કરવા જઈ રહી છે ત્યારે ભારત કોરોના કટોકટીમાંથી બેઠું થઈ રહ્યું છે અને નાણામંત્રી નિર્મલા સીતારામન તેમનું ત્રીજું બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી સવારે ૧૧.૦૦ વાગ્યે બજેટ રજૂ કરશે. આવા સમયે આ બજેટમાં વ્યાપકરૂપે રોજગારી સર્જન અને ગ્રામીણ વિકાસ પર ખર્ચ વધારવા, વિકાસ યોજનાઓ માટે ઉદાર હાથે ભંડોળની ફાળવણી, સરેરાશ કરદાતાઓને હાથમાં વધુ રૂપિયા આપવા અને વિદેશી રોકાણને આકર્ષવા નિયમો હળવા કરવા પર ધ્યાન આપવામાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

દાયકાઓ સુધી બજેટના દસ્તાવેજોને ચામડાની બ્રિફકેસમાં લાવવાની પરંપરા નિર્મલા સિતારામને ૨૦૧૯માં તેમના પહેલાં બજેટમાં બદલી નાંખી અને તેમણે બજેટ દસ્તાવેજોને લાલ કપડાંમાં 'બહી ખાતા' સ્વરૂપે રજૂ કરવાની પરંપરા શરૂ કરી છે. તેમણે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષનું બજેટ પહેલાં ક્યારેય જોવા ન મળ્યું હોય તેવું હશે.

આૃર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે આ બજેટ કોરોના મહામારીના કારણે બરબાદ થઈ ગયેલા આૃર્થતંત્રને પાછું પાટા પર લાવવાની શરૂઆત કરનારું હશે. તેમનું એમ પણ કહેવું છે કે આ બજેટ માત્ર 'બહી ખાતા' આૃથવા લેજર એકાઉન્ટ આૃથવા લેખા-જોખાં કે જૂની યોજનાઓને નવા કલેવરમાં રજૂ કરવાથી અલગ હોવું જોઈએ. નિષ્ણાતોનું માનવું છે કે આ બજેટ કંઈક એવું હોવું જોઈએ, જે ભવિષ્યનો માર્ગ કંડારનારું દેખાય અને દુનિયામાં સૌથી ઝડપથી વૃદ્ધિ કરતા મુખ્ય આૃર્થતંત્રને પાછું પાટા પર લાવે. 

ખૂબ જ સમજી-વિચારીને તૈયાર કરાતું બજેટ લોકો અને ઉદ્યોગોનો વિશ્વાસ હાંસલ કરવામાં લાંબી રેસનો ઘોડો સાબિત થયા છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં રજૂ કરેલું મીની બજેટ આૃથવા ૨૦૨૦માં હપ્તાઓમાં કરાયેલી સુધારા સંબંિધત જાહેરાતોથી આ બજેટને રિપ્લેસ કરી શકાય નહીં. સીતારામને ૨૦૧૯માં તેમનું પહેલું બજેટ રજૂ કર્યાના બે જ મહિના પછી કોર્પોરેટ કરના દરમાં કાપ મૂક્યો હતો. હાલ વ્યાપક સ્તરે આૃર્થશાસ્ત્રીઓનો સામાન્ય મત છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં દેશના આૃર્થતંત્રમાં સાત-આઠ ટકાનો ઘટાડો આવશે. આમ થાય તો તે વિકાસશીલ દેશો વચ્ચે સૌથી ખરાબ દેખાવમાંથી એક હશે.

કેન્દ્ર સરકારે દેશના આૃર્થતંત્રને ખાઈમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવવાની છે. હવે દેશમાં કોરોના મહામારીનું સંકટ ઘટી રહ્યું હોવાનું લક્ષણ જોવા મળી રહ્યું છે અને રસીકરણ કાર્યક્રમમાં ક્રમિક પ્રગતિ થઈ રહી છે. તે એક ખૂબ જ સારા ભવિષ્યની આશાને પ્રોત્સાહન આપે છે. એવામાં સૃથાયી આિર્થક પુનરુદ્ધાર માટે નીતિગત પ્રોત્સાહનોની આવશ્યક્તા રહેશે.

દરમિયાનમાં કેન્દ્રીય નાણામંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૨૧માં કેન્દ્રને જીએસટી કલેક્શન સ્વરૂપે રૂ. ૧,૧૯,૮૪૭ કરોડની આવક થઈ છે, જેમાં રૂ. ૨૧,૯૨૩ કરોડ સીજીએસટી, રૂ. ૨૯,૦૧૪ કરોડ એસજીએસટી, આયાત પર એકત્રીત રૂ. ૨૭,૪૨૪ કરોડ સહિત રૂ. ૬૦,૨૮૮ કરોડ આઈજીએસટી અને ગૂડ્સની આયાત પર એકત્રીત રૂ. ૮૮૩ કરોડ સહિત રૂ. ૮,૬૨૨ કરોડ સેસનો સમાવેશ થાય છે.

નાણામંત્રાલયે જણાવ્યું કે, જાન્યુઆરી ૩૧ સુધી ફાઈલ થયેલ જીએસટીઆર-૩બીની કુલ સંખ્યા ૯૦ લાખ થઈ છે. જાન્યુઆરી ૨૦૨૧માં રેગ્યુલર સેટલમેન્ટ પછી કેન્દ્ર અને રાજ્ય સરકારોની એકત્રિત આવક સીજીએસટી માટે રૂ. ૪૬,૪૫૪ કરોડ, એસજીએસટી માટે રૂ. ૪૮,૩૮૫ કરોડ થઈ છે. જાન્યુઆરી ૨૦૨૦ની સરખામણીમાં ૨૦૨૧ના પહેલાં મહિનાની આવક ૮ ટકા વધી છે.

વેપાર અને ગૂડ્સની આયાતમાંથી આવકમાં ૧૬ ટકાનો વધારો થયો છે જ્યારે સર્વિસની આયાત સહિત સૃથાનિક સોદાઓમાંથી આવકમાં ૬ ટકાનો વધારો થયો હતો. છેલ્લા ચાર મહિનામાં જીએસટીની આવક રૂ. ૧ લાખ કરોડથી વધુ રહી છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે દેશનું આૃર્થતંત્ર કોરોના મહામારી પછી તિવ્ર ગતિએ વિકસી રહ્યું છે.