×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાએ રશિયામાં મોતના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં, બ્રિટન અને ચીનમાં પણ કેસ વધ્યાં


લંડન, તા. 1 નવેમ્બર 2021, સોમવાર

બે વર્ષ પહેલા શરૂ થયેલો કોરોના વાઇરસનો કહેર ફરી દુનિયાના ઘણા દેશને ધમરોળવાનું શરૂ કરી દીધું છે. રશિયા, બ્રિટન, ચીન, સિંગાપુર, યુક્રેન અને પૂર્વ યુરોપના દેશો સહિત ઘણા દેશમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર કોરોનાના સૌથી વધારે કેસ બ્રિટન અને રશિયામાં સામે આવ્યાં છે. બ્રિટનમાં 17 જુલાઇ બાદ પહેલીવાર 50,000થી વધારે કેસ સામે આવ્યાં છે. યુકેની હેલ્થ સિક્યોરિટી એજન્સીની તાજેતરની રિપોર્ટ અનુસાર બ્રિટનમાં ડેલ્ટા વેરિયન્ટ ઘાસ સાબિત થયો છે પરંતુ હવે ડેલ્ટાની સાથે જે લાઇનેજ AY.4.2ના કેસના ઝડપથી વધી રહ્યાં છે.

રશિયામાં કોરોનાથી મરનારની સંખ્યા વધી રહીં છે. નવેમ્બર મહિનાના પહેલા બે અઠવાડિયામાં મોસ્કોમાં અત્યાર સુધીમાં કોરોનાથી મરનારની સંખ્યા ટોચ પર પહોંચી જશે. કોરોનાના વધી રહેલા કેસને પગલે વ્લાદિમીર પુતિને 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી મોસ્કોમાં એક અઠવાડિયાનું પેડ હોલીડની જાહેરાત કરી છે.  31મી ઓક્ટોબરના રોજ 31,931 નવા કેસ સામે આવ્યાં જ્યારે અઠવાડિયાના સરેરાશ 37,855 કેસ નોંધાયા.

સિંગાપુરમાં ગુરૂવારના રોજ કોરોનાના 3,439 નવા કેસ સામે આવ્યાં હતા. અત્યારે હોસ્પિટલમાં 1613 દર્દી સારવાર લઇ રહ્યાં છે, જેમાંથી 346ની હાલત ગંભીર છે. ચીનમાં પણ વાઇરસને પગલે અધિકારીઓએ શાળાને બંધ કરવાનો તેમજ હજારો ફ્લાઇટને રદ કરવાનો નિર્ણય લીધો છે.  કેસ વધતા ચીનમાં મોટાપાયે ટેસ્ટિંગ પણ શરૂ કરૂ દેવામાં આવ્યું છે.