×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરાનાનો કહેર: CBIના પૂર્વ ડાયરેક્ટરનુ મોત, દિગ્વિજયસિંહ- સૂરજેવાલા-જિગ્નેશ મેવાણી સંક્રમિત

નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2021, શુક્રવાર

કોરોના વાયરસના કારણે સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર રણજીત સિન્હાનુ દિલ્હીમાં નિધન થયુ છે.

એવુ મનાય છે કે, 68 વર્ષના રણજિત સિન્હાને ગુરુવારે રાતે કોરોનાથી સંક્રમિત થયા હોવાની જાણ થઈ હતી.આજે સવારે ચાર વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.બીજી તરફ રાજકીય નેતાઓમાં પણ કોરોના સંક્રમણે જોર પકડયુ છે.

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ અને પ્રવક્તા રણજીત સૂરજેવાલા પણ કોરોના પોઝિટિવ થયા છે.દિગ્વિજયસિંહે પોતે આ જાણકારી આપી હતી અને પોતે ક્વોરેન્ટાઈનમાં હોવાનુ જણાવ્યુ હતુ.હાલમાં તેઓ દિલ્હીમાં જ છે.શિરોમણી અકાલી દલના નેતા હરસિમરત કૌર બાદલ પણ પોઝિટિવ થયા છે.જોકે તેમણે પોતાને હળવા લક્ષણો હોવાનુ જણાવ્યુ છે.

ગુજરાતના નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.દરમિયાન ભારતમાં કોરોનાની તબાહી યથાવત છે.છેલ્લા 24 કલાકમાં વધુ બે લાખ કોરોના કેસ નોંધાયા છે અને 1083 લોકોએ જીવ ગુમાવ્યા છે.