×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોણ છે આ લોટરી કિંગ જેણે રાજ્કીય પક્ષોને 100 કરોડનું દાન આપ્યું?

નવી દિલ્હી તા. 21 એપ્રિલ 2022,ગુરૂવાર

દેશની રાજકીય પાર્ટીઓને કંપનીઓ અને વ્યક્તિઓ તરફથી સીધું દાન હવે એક નિશ્ચિત રકમથી નીચે જ કાયદેસર છે. આ સિવાય મોટી રકમનું દાન કરવું હોય તો ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદવા પડે છે.. કેન્દ્ર સરકાર એક નિશ્ચિત સમયે આ બોન્ડની જાહેરાત કરે છે અને તેની ખરીદી માત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી જ શક્ય છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રોલ બોન્ડ બહાર પાડવા માટે એક ઇલેક્ટ્રોલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવે છે અને આ ટ્રસ્ટ તેને મળેલા નાણા રાજકીય પક્ષોને આપે છે. 

નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કુલ રૂ.258 કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડ બહાર પડ્યા હતા. આ રકમમાંથી 86.27 ટકા કે રૂ.22૩ કરોડ ટોચના 10 દાતાઓ તરફથી મળી છે. નાણાકીય વર્ષ 2020-21માં સૌથી મોટું દાન દેશમાં લોટરી કિંગ તરીકે ઓળખાતા સેન્ટીઆગો માર્ટીનની કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ સર્વિસ દ્વારા આપવામાં આવ્યું છે. 

માર્ટીન તમિલનાડુના કોઇમ્બતુર સ્થિત પોતાની ઓફીસથી દેશમાં રાજ્ય અને જે રાજ્યોમાં ખાનગી લોટરીનો બિઝનેસ ચાલે છે તેનું સામ્રાજ્ય ચલાવે છે. લગબગ ત્રણ દાયકાથી તે દેશમાં સૌથી વધુ લોટરીનું વેચાણ કરતા વિતરક બનેલા છે. તેમની કંપની લગભગ રૂ.15,000 કરોડની વાર્ષિક આવલ રળે છે અને હવે લોટરી સિવાય હોટેલ્સ, રીઅલ એસ્ટેટ ન્યુ એનર્જી રિસોર્ટ સહીતના ક્ષેત્રોમાં કાર્યરત છે. 


આ માર્ટીન છે કોણ?

માર્ટીનની કથા રંકમાંથી રાજા બનવાની છે. એવું કહેવાય છે કે મ્યાનમારમાં તેણે મજુરીથી પોતાના કામની શરૂઆત કરી હતી તો કેટલાક લોકો એવું કહે છે કે માત્ર 1૩ વર્ષની ઉંમરે એણે વ્યક્તિગત રીતે લોટરી વેચવાનું શરૂ કર્યું હતું. આજે તમિલનાડુ જ નહી પણ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં તે બિઝનેસ કરે છે. માર્ટીન પાસે આજે લગભગ 1000 કર્મચારીઓ છે અને દેશભરમાં 250 જેટલા પોતે જ નીમેલા વિતરક થકી એ લોટરીનું વેચાણ કરે છે. લોટરીના ડ્રોમાં લોકોની વિશ્વસનીયતા વધે એના માટે એણે ડ્રોનું ટીવી ઉપર જીવંત પ્રસારણ શરૂ કર્યું હતું જેથી જેવો ડ્રો જાહેર થાય એટલે વિજેતાને તેની જાણકારી મળી શકે!

માર્ટીનની છબી કલંકિત છે

વર્ષ 2007માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI) એ તેની અને સિક્કિમ સરકારના અધિકારોની મિલીભગત માટે કેસ કર્યો હતો. આ કેસમાં એવો આક્ષેપ હતો કે માર્ટીને સિક્કિમ સરકારના બદલે પોતે જ સરકારી લોટરી વેચી રૂ..4,500 કરોડનું કૌભાંડ આચર્યું છે. 

વર્ષ 2019માં માર્ટીનને ઘરે અને બિઝનેસ સંકુલો ઉપર ઇન્કમ ટેક્સની રેડ પડી હતી જેમાં રૂ.7.5 કરોડની રોકડ અને રૂ.24 કરોડનું સોનું પકડાયું હતું. આ રેડ પહેલાના થોડા દિવસો પહેલા જ પોતાના એક ખાસ માણસની હત્યા અંગે પણ તેની સામે પૂછપરછ થઇ હતી. ઘટના એવવી હતી કે ઓફીસમાં જ આ વ્યક્તિનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.