×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોઈ ચોક્કસ વ્યક્તિને ભગવાને કોંગ્રેસની લીડરશીપનો અધિકારી નથી આપ્યો, પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને કર્યા ટાર્ગેટ


નવી દિલ્હી,તા.2.ડિસેમ્બર,2021

રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણીની રણનીતિ ઘડનારા પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર તેમનુ નામ લીધા વગર પ્રહારો કર્યા છે.

પ્રશાંત કિશોરે કહ્યુ હતુ કે, કોંગ્રેસની લીડરશીપ એ કોઈ ચોક્કસ વ્યક્તિને ભગવાને આપેલો અધિકારી નથી અને તે પણ એવા સમયે જ્યારે 10 વર્ષમાં કોંગ્રેસ પાર્ટી 90 ટકા ચૂંટણીઓમાં હાર વેઠી ચુકી છે.ભાજપ સામે વિપક્ષનુ નેતૃત્વ કોણ કરશે તેનો નિર્ણય લોકશાહી પધ્ધતિથી લેવાવો જોઈએ.

પ્રશાંત કિશોરનુ નિવેદન બંગાળના સીએમ મમતા બેનરજીના બે દિવસના મહારાષ્ટ્ર પ્રવાસ બાદ આવ્યુ છે.ગઈકાલે મમતા બેનરજીએ મુંબઈમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીના રોલને લઈને પૂછાયેલા સવાલ પર કહ્યુ હતુ કે, કોઈ વ્યક્તિ સતત વિદેશમાં રહેશે તો કેવી રીતે ચાલશે....

સાથે સાથે મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, હું  એક નાની કાર્યકર છું અને કાર્યકર જ રહેવા માંગુ છું.મમતા બેનરજીના નિવેદન બદલ કોંગ્રેસી નેતાઓ ઉકળી ઉઠ્યા છે ત્યારે હવે પ્રશાંત કિશોરે પણ રાહુલ ગાંધીને ટાર્ગેટ કર્યા છે.