×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસ હાઈકમાન્ડની સત્તાવાર જાહેરાત : હિમાચલમાં નવા CM સુખવિંદરસિંહ સુક્ખૂ

હિમાચલ પ્રદેશ, તા. 10 ડીસેમ્બર 2022, શનિવાર 

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ પણ મુખ્યમંત્રી પદના ચહેરા માટે કોંગ્રેસમાં હજુ ખેંચતાણ ચાલી રહી છે. ગઈકાલ શુક્રવારના રોજ શિમલામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ. જેમા કોઈ નિર્ણય ન લેવાતાં આખરે તમામ ધારાસભ્યોએ એક લીટીનો ઠરાવ પસાર કરી મુખ્યમંત્રી નક્કી કરવાની જવાબદારી કોંગ્રેસ હાઈકમાન્ડને સોંપવામાં આવી હતી. આ વિવાદનો અંત લાવવા હવે કોંગ્રેસ હાઈકમાન્ડે નવો માર્ગ શોધી લીધો હોવાના પણ અહેવાલ છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રાજીવ શુક્લા અને ભૂપેશ બઘેલ સાથે ચર્ચા કર્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ સુખવિંદર સિંહ સુખુ નામની આગામી સીએમ તરીકે લીલી ઝંડી આપી દીધી છે. 

હિમાચલમાં કોંગ્રેસ તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી સુખવિંદર સિંહ સુક્ખૂની મુખ્યમંત્રી પદ માટે પસંદ કર્યા છે. આવતીકાલે તેમને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવામાં આવશે. તેમજ મુકેશ અગ્નિહોત્રીને નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ હાઈકમાન્ડનો નિર્ણય છેઃ કોંગ્રેસના હિમાચલ પ્રદેશ પ્રભારી રાજીવ શુક્લા

હાઈકમાન્ડના નિર્ણય બાદ સુખવિંદર સિંહ સુક્ખૂએ કહ્યું, 'હું સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાજ્યના લોકોનો આભાર માનું છું. હિમાચલ પ્રદેશના લોકોને અમે જે વચનો આપ્યા છે તે પૂરા કરવાની જવાબદારી મારી છે. આપણે રાજ્યના વિકાસ માટે કામ કરવું પડશે.

'હમારા સીએમ કૈસા હો, રાની સાહિબા જૈસા હો'
હિમાચલમાં કોંગ્રેસની સફળતાનું સંપુર્ણ શ્રેય વીરભદ્રસિંહને અને તેમના થકી કરવામાં આવેલા કામોને આપવામાં આવે છે. તેવામાં તેમની પત્ની પ્રતિભાસિંહનાં સમર્થકોનું કહેવું છે કે સુખવિંદરસિંહ સુક્ખૂ પેરાશૂટથી લઇ આવીને મુખ્યમંત્રી બનાવાઇ રહ્યાં છે જે અમને સ્વીકાર નથી. ઓફીસની બહાર 'હમારા સીએમ કૈસા હો, રાની સાહિબા જૈસા હો' નાં નારાઓ લગાવવામાં આવી રહ્યાં.