×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસ-ભાજપ વચ્ચે ઓનલાઈન યુદ્ધ… વિપક્ષે જારી કર્યો ‘મોહબ્બત કી દુકાન’નો VIDEO

નવી દિલ્હી, તા.2 જૂન-2023, મંગળવાર

કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કરી આજે એક એનીમેટેડ વીડિયો શેર કર્યો છે, જેમાં રાહુલ ગાંધી ‘સત્તાધારી પાર્ટીના નફરતના બજાર’ને હટાવી ‘મોહબ્બત કી દુકાન’ લગાવતા નજરે પડી રહ્યા છે. આ એનિમેશન વીડિયોમાં રાહુલ ગાંધી દેશભરમાં ભારત જોડો યાત્રામાં લોકોને એક કરતા હોવાનું જોવા મળી રહ્યું છે. 

કોંગ્રેસે સોશિયલ મીડિયા પર ‘મોહબ્બત કી દુકાન’નો વીડિયો શેર કર્યો

કોંગ્રેસે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર ‘મોહબ્બત કી દુકાન’ વિષયથી આ વીડિયો શેર કર્યો છે. ત્યારબાદ પક્ષના વિવિધ નેતાઓ દ્વારા પણ આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. એક મિનિટ અને 43 સેકન્ડના આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ દર્શાવાયા છે. આ વીડિયોમાં મુખ્ય વિપક્ષી દળે દાવો કર્યો કે, સત્તાધારી પાર્ટી સમાજમાં વિવાદ ઉભા કરી રહી છે અને લોકોના ભાગ પડી રહી છે. 

અગાઉ ભાજપે એનિમેટેડ વીડિયો જારી કર્યો હતો

અગાઉ એક મહિના પહેલા ભાજપે એનિમેટેડ વીડિયો જારી કર્યો હતો. ભાજપના એનિમેટેડ વિડિયોમાં PM નરેન્દ્ર મોદીને સમાજના વિવિધ વર્ગોની સેવા કરવા અને ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના તેમના મિશન પર આગળ વધારી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

આ વીડિયો દ્વારા કોંગ્રેસે દેખાડ્યું કે, ‘ભાજપ દ્વારા લગાવાયેલા નફરતના બજાર’ને હટાવી રાહુલ ગાંધી ‘મોહબ્બત કી દુકાન’ ખોલી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ઘણીવાર કહેતા જોવા મલ્યા છે કે, તેઓ ‘નફરતના બજાર’માં ‘મોહબ્બતની દુકાન’ ખોલી રહ્યા છે.