×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસ પોતાની વિચારધારા ગુમાવી રહી છે, વરિષ્ઠ કોંગી નેતા સુશિલ કુમાર શિંદે નારાજ

નવી દિલ્હી,તા.1 જુલાઈ 2021,ગુરૂવાર

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને યુપીએ સરકારમાં ગૃહ મંત્રી રહી ચુકેલા સુશીલ કુમાર શિંદેએ પણ પાર્ટી સામે સવાલો ઉઠાવ્યા બાદ હલચલ મચી ગઈ છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ બાદ હવે શિંદે પણ બળવો કરવાની તૈયારીમાં છે કે કેમ તે સવાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાવ માંડ્યો છે. કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની નારાજગી નવી વાત નથી પણ નારાજ નેતાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તે ગાંધી પરિવાર માટે ચોક્કસ ચિંતાજનક વાત કહી શકાય

શિંદેની નારાજગી એક કાર્યક્રમમાં સામે આવી હતી.કોંગ્રેસના પીઢ નેતાઓનુ સન્માન કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શિંદેએ પોતાના સંબોધન દરમિયાન કહ્યુ હતુ કે, એક સમય હતો કે જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં મારા શબ્દોનુ વજન હતુ પણ હવે ખબર નથી. કોંગ્રેસ પોતાની વિચારધારાની સંસ્કૃતિ પણ ગુમાવી રહી છે. એક સમય હતો જ્યારે પાર્ટી દ્વારા ચિંતન શિબિર યોજાતી હતી. જેમાં નેતાઓની લોકપ્રિયતા અને જનતા પર કોંગ્રેસના પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે સમજવુ મુશ્કેલ છે કે અત્યારે કોંગ્રેસ ક્યાં જઈને ઉભી છે. કોંગ્રેસ દ્વારા પોતાની ભૂલો સુધારવા માટે પહેલા વર્કશોપ પણ યોજાતા હતા.

દરમિયાન મહારાષ્ટ્રના રાજકારણમાં સુશિલકુમાર શિંદેના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.શિવસેનાએ કહ્યુ છે કે, જો સુશિલકુમાર શિંદેએ કંઈક કહ્યુ હોય તો પાર્ટીએ તેના પર ચર્ચા કરવી જોઈએ.કારણકે તે કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતાઓ પૈકીના એક છે.