×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસ પાર્ટીના DNAમાં તમામને બોલવાનો અધિકાર : રાહુલ ગાંધી


જયપુર, તા. 15 મે 2022 રવિવાર

રાજસ્થાનના ઉદયપુરમાં ચાલી રહેલા કોંગ્રેસના ચિંતન શિબિરનો આજે છેલ્લો દિવસ છે. રાહુલ ગાંધીએ પાર્ટીના પદાધિકારીઓને સંબોધિત કરતા કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીના ડીએનએમાં સૌ ને બોલવાનો અધિકાર છે જ્યારે ભાજપમાં આવુ નથી. 

રાહુલ ગાંધીએ ઉત્તરાખંડના નેતા યશપાલ આર્યના હવાલાથી ભાજપ પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે યશપાલ આર્યએ મને જણાવ્યુ કે એક દલિત તરીકે તેમના માટે પાર્ટીમાં કોઈ સ્થાન નહોતુ અને તેમને ભાજપમાં અપમાનિત કરવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યુ કે અમારી ઉપર દરરોજ નિશાન સાધવામાં આવે છે કેમ કે અમે પોતાની પાર્ટીમાં વાતચીતની અનુમતિ આપીએ છીએ. અમારે પોતાને પણ જોવાની જરૂર છે. પાર્ટીના આંતરિક મુદ્દા પર પણ ધ્યાન આપવાની જરૂર છે. 

જનતા સાથે કનેક્શન ફરીથી બનાવવુ પડશે

રાહુલ ગાંધીએ કહ્યુ કે આપણે વિચાર્યા વિના જનતા વચ્ચે જઈને બેસી જવુ જોઈએ જે તેમની સમસ્યા છે તેને સમજવી જોઈએ. આપણુ જનતા સાથે જે કનેક્શન હતુ, તે કનેક્શનને ફરીથી બનાવવુ પડશે. જનતા જાણે છે કે કોંગ્રેસ પાર્ટી જ દેશને આગળ લઈ જઈ શકે છે.

કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો છે કે ઓક્ટોબર મહિનામાં સમગ્ર કોંગ્રેસ પાર્ટી જનતા વચ્ચે આવશે અને મુસાફરી કરશે. જનતા સાથે જે સંબંધ કોંગ્રેસનો હતો તેને ફરીથી પૂરો કરશે. આ શોર્ટકટથી થવાનુ નથી અને આ કામ મહેનત કરીને જ કરી શકાશે.

અમારી લડત નફરત-હિંસા સામે છે

મોદી સરકારે હિન્દુસ્તાનના યુવાનોના ભવિષ્યને નષ્ટ કરી દીધુ છે. નોટબંધી, જીએસટી લાવીને મોદી સરકારે દેશને મોટી ઈજા પહોંચાડી છે. એક તરફ બેરોજગારી બીજી તરફ મોંઘવારી, યુક્રેનમાં યુદ્ધ થયુ છે આગામી સમયમાં ફુગાવા પર આની અસર પડશે. આની સામે ઉકેલ મેળવવો જરૂરી છે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશમાં જે નફરત અને હિંસાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. અમારી લડત તેની સામે છે. કોંગ્રેસ એક પરિવાર છે. હુ આપના પરિવારનો છુ. મારી લડત આરએસએસ અને ભાજપની વિચારધારા છે. આ દેશની સામે જોખમ છે. આ નફરત અને હિંસા ફેલાવે છે. હુ આની વિરુદ્ધ લડુ છુ અને લડવા ઈચ્છુ છુ. મારા માટે આ મારા જીવનની લડત છે. હુ એ માનવા તૈયાર નથી કે મારા વ્હાલા દેશમાં આટલી નફરત અને હિંસા ફેલાઈ શકે છે. મારા વિરુદ્ધ ભાજપ, આરએસએસ, તમામ સરકારી સંસ્થાન છે. અમે આ સૌ સામે લડી રહ્યા છીએ.