×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસ પર દયા આવે છે કે, તેમની પાસે રાહુલ ગાંધી જેવા નેતા છેઃ નાણા મંત્રીનો વળતો પ્રહાર


નવી દિલ્હી, તા. 2. ફેબ્રુઆરી 2022 બુધવાર

બજેટ રજૂ કર્યા બાદ નાણા મંત્રી નિર્મલા સિતારમને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આડા હાથે લીધા છે.

રાહુલ ગાંધીના ટ્વિટ પર જવાબ આપતા તે્મણે કહ્યુ હતુ કે, હું ટીકાનો સામનો કરવા માટે તૈયાર છું પણ જે હોમ વર્ક વગર આવે છે તેમની ટીકા હું સહન નહીં કરુ.રાહુલ ગાંધીએ જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે ત્યાંની બેકારી અને વિકાસની વાત કરવી જોઈએ.

રાહુલ ગાંધીએ આ પહેલા કહ્યુ હતુ કે, મોદી સરકારનુ બજેટ ઝીરો છે.જેમાં મિડલ ક્લાસ, નોકરિયાતો, ગરીબો વંચિતો અને યુવાઓ માટે કશું નથી.નાના ઉદ્યોગો માટે પણ બજેટમાં કોઈ ફાયદો નથી.

એ પછી નિર્મલા સિતારમને તેનો જાવબ આપવા માટે રાજ્ય કક્ષાના નાણા મંત્રી પંકજ ચૌધરીને કહ્યુ હતુ.પંકજ ચૌધીએ કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીને બજેટમાં ખબર પડતી નથી.

દરમિયાન સીતારમને તેમના જવાબને આગળ વધારતા કહ્યુ હતુ કે, ચૌધરીએ યુપી ટાઈપ જવાબ આપ્યો છે.મને લાગે છે કે, યુપીથી ભાગનારા રાહુલ ગાંધી માટે આ જવાબ કાફી છે.રાહુલ ગાંધી જે લોકો માટે કહી રહ્યા છે તે તમામ માટે કોઈને કોઈ બાબતનો ઉલ્લેખ મેં બજેટમાં કર્યો છે.મને એ પાર્ટી પર દાય આવે છે કે જેની પાસે એવા નેતા છે જે ખાલી કોમેન્ટ કરી શકે છે.