×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસ પર અર્બન નક્સલવાદીઓએ કબ્જો કરી લીધો છે, રાજ્યસભામાં પીએમ મોદીના પ્રહારો


નવી દિલ્હી, તા. 8. ફેબ્રુઆરી 2022 મંગળવાર

પીએમ મોદીએ રાજ્યસભામાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચામાં જવાબ આપતા કહ્યુ હતુ કે, ભારતની લીડરશીપની કોરોનાના કાળમાં આખી દુનિયામાં વખાણ થયા છે.

તેમણે રાહુલ ગાંધીનુ નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કરી રહ્યા છે.જેના પર રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલિલ્કાર્જુન ખડગેએ વાંધો ઉઠાવ્યો ત્યારે મોદીએ જવાબ આપતા કહ્યુ હતુ કે, આ પહેલા રાજ્યસભામાં નેતા રહી ચુકેલા અધીર રંજન ચૌધરીએ જે ભૂલ કરી તે જ ભૂલ ખડગે કરી રહ્યા છે.

તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ અર્બન નક્સલવાદીઓના જાળમાં ફસાઈ ગઈ છે.તેની ગતિવિધિઓ પણ એવી થઈ ગઈ કે તે દેશ માટે ચિંતાની વાત થઈ ગઈ છે.અર્બન નક્સલવાદીઓએ કોંગ્રેસની બેહાલીનો ફાયદો ઉઠાવીને તેના પર કબ્જો કરી દીધો છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, અમારા ગુજરાતમાં એક ઉદાહરણ અપાય છે.એવુ કહેવાય છે કે, જ્યારે ખેતરો હર્યા ભર્યા હોય છે અને તે દ્રશ્ય જોયા બાદ જો કોઈની આંખો અકસ્માતે જતી રહે તો તે વ્યક્તિ માટે આ છેલ્લુ દ્રશ્ય હોય છે અને આખી જીંદગી તેને આ જ દ્રશ્ય દેખાય છે.2014માં એવુ જ થયુ હતુ.દેશના લોકોએ જે રોશની કરી તેમાં કોઈની આંખો જતી રહી હતી અને તેને 2013 પહેલાના જ દિવસો દેખાય છે.

પીએમ મોદીએ નામ લીધા વગર રાહુલ ગાંધી પર ટોણો મારતા કહ્યુ હતુ કે, નિરાશાથી ભરેલા નેતા હશે તો કશું થવાનુ નથી..દેશની ચિંતા કેવી રીતે થશે? કશું નહીં તો શરદ રાવથી શીખો..તે આટલા બધા લોકો વચ્ચે પણ બીજાને પ્રેરણા આપે છે..

તેમણે કહ્યુ હતુ કે, મોંઘવારીને એક લેવલ પર રોકવાનો પ્રયાસ થયો હતો.2014થી 2020 સુધી મોંઘવારી દર 4 થી 5 ટકા રહ્યો હતો.યુપીએની સાથે સરખામણી કરશો તો ખબર પડશે કે મોંઘવારી કોને કહેવાય..તે સમયે મોંઘવારી ડબલ ડિજિટમાં રહેતી હતી.આજે આપણે એક માત્ર ઈકોનોમી છે જ્યાં વિકાસની સાથે મોંઘવારી કાબૂમાં છે.બીજા દેશોને જોઈએ તો કાં તો તેમની ઈકોનોમનો ગ્રોથ રેટ ધીમો પડયો છે અથવા તો ત્યાં મોંઘવારી દાયકાઓના રેકોર્ડ તોડી રહી છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, નાના અ્ને લઘુ ઉદ્યોગો તેમજ ખેતીના ક્ષેત્રને ધબકતુ રાખવા સરકારે પ્રયાસો કર્યા છે.ખેડૂતોને સીધા તેમના એકાઉન્ટમાં પૈસા મળી રહ્યા છે.સંકટ સમયે ખેડૂતો પાસે રોકડ રુપિયાની સુવિધઆ હતા.આ જ રીતે નાના અને લઘુ ઉદ્યોગોને આત્મનિર્ભર ભારતની સ્કીમમાંથી સૌથી વધારે પૈસા મળ્યા હતા.ભારત હવે મોબાઈલ બનાવનાર અગ્રણી દેશ બની ગયો છે.એક્સપોર્ટમાં આ ક્ષેત્રનુ યોગદાન વધી રહ્યુ છે.ઓટોમોબાઈલ અને બેટરીના સેકટરમાં પીઆઈએલ સ્કીમથી વધારે સારા પરિણામ મળી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આજે દુનિયામાં કોરોના સામે લડવાના ભારતના પ્રયાસોની સરાહના થઈ રહી છે.કોરોનામાં ગરીબોના સશક્તિકરણ માટે કામ થયુ છે.ભારતે વેક્સીન બનાવવામાં અને મુકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.કોરોનાકાળમાં 80 કરોડથી વધારે લોકોને મફત રેશન અપાયુ હતુ.ગરીબોના ચુલા બંધ ના પડે તેવુ કરીને ભારતે આખી દુનિયામાં નવુ ઉદાહરણ રજૂ કર્યુ હતુ.

તેમણે કહ્યુ હતુ કે, વિઘ્ન આવ્યા પછી પણ લાખો ગરીબ પરિવારોને પાકુ ઘર મળે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે.ગરીબો મકાન મળ્યા બાદ લખપતિ બનીગ યા છે.પાંચ કરોડ ગરીબ પરિવારોને સરકારે નળમાંથી પાણી પહોંચાડ્યુ છે.કોરોનાકાળમાં ગામના ખેડૂતોને લોકડાઉનથી મુક્ત રખાયા હતા.તેના કારણે ખેડૂતોએ બમ્પર પાક લીધો હતો અને તેને સરકારે એમએસપી પર ખરીદી હતી.