×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસને ફટકો, સૌરાષ્ટ્રના 2 દિગ્ગજ નેતાઓ સત્તાવાર રીતે AAPમાં જોડાયા


- ઈન્દ્રનીલ રાજગુરૂ અને વશરામ સાગઠીયા આપમાં જોડાયા 

અમદાવાદ, તા. 14 એપ્રિલ 2022, ગુરૂવાર

સૌરાષ્ટ્રના 2 દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આપના નેતા ઈસુદાન ગઢવીએ ખેસ પહેરાવીને તેમનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ પક્ષપલટાની મોસમ ચાલુ થઈ ગઈ છે. આ બધા વચ્ચે સૌરાષ્ટ્રના 2 દિગ્ગજ નેતાઓ ઈન્દ્રનીલ રાજગુરૂ અને વશરામ સાગઠીયા આપમાં જોડાયા તેથી કોંગ્રેસને ભારે મોટો ફટકો પડશે. ઉલ્લેખનીય છે કે, ઈન્દ્રનીલ રાજગુરૂને મનાવવા માટે કોંગ્રેસ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. 

શક્તિસિંહ ગોહિલની નજીકના ગણાતા ઈન્દ્રનીલ રાજગુરૂએ 2017માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજકોટ વિધાનસભા બેઠક પર સીધો પડકાર ફેંક્યો હતો. 

અગાઉ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ વખતે જ ઈન્દ્રનીલ રાજગુરૂ અને વશરામ સોગઠીયા બંને આપમાં જોડાશે તેવા સમાચાર વહેતા થયા હતા.