×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં અધ્યક્ષ પદ માટે છઠ્ઠી વખત ચૂંટણી: મતદાન શરૂ


- કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શિબિરમાં બનેલા બૂથમાં મતદાન કર્યું

નવી દિલ્હી, તા. 17 ઓક્ટોબર 2022, સોમવાર

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે સવારે 10:00 વાગ્યાથી મતદાન શર થઈ ચૂક્યું છે. પાર્ટીના સીનિયર નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર આ અધ્યક્ષ પદ માટે આમને-સામને છે. કોંગ્રેસમાં 24 વર્ષ બાદ નેહરુ-ગાંધી પરિવાર બહારથી કોઈ અધ્યક્ષ બનશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ (PCC)ના 9,000થી વધુ પ્રતિનિધિઓ ગુપ્ત મતદાન દ્વારા પક્ષના નવા અધ્યક્ષની ચૂંટણી કરશે. નવી દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલય અને દેશભરમાં 65થી વધુ કેન્દ્રો પર મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ રહી છે.

રાહુલ ગાંધીએ કર્યું મતદાન

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધીએ પણ મતદાન કર્યું છે. તેમણે ભારત જોડો યાત્રાની શિબિરમાં બનેલા બૂથમાં મતદાન કર્યું. 

સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કર્યું મતદાન

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીમાં AICC કાર્યાલયમાં મતદાન કર્યું. મતદાન કર્યા બાદ સોનિયા ગાંધીએ પત્રકારોને કહ્યું કે, આ દિવસની લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. 

પી ચિદમ્બરમ અને જયરામ રમેશે કર્યું મતદાન

કોંગ્રેસના સાંસદો પી. ચિદમ્બરમ, જયરામ રમેશ અને અન્ય પક્ષના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે દિલ્હીમાં AICC કાર્યાલયમાં મતદાન કર્યું. આ દરમિયાન અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે તિરુવનંતપુરમના પઝવાંગડી ગણપતિ મંદિરમાં પૂજા કરી.

મનમોહન સિંહે કર્યું મતદાન

કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ મતદાન કર્યું.

મલ્લિકાર્જુન ખડગેએ કર્યું મતદાન

કોંગ્રેસ અધ્યક્ષ પદના મજબૂત ઉમેદવાર માનવામાં આવી રહેલા વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ બેંગલુરુમાં મતદાન કર્યું.

આજે ઐતિહાસિક દિવસ: ગેહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, આજે 22 વર્ષ બાદ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી થઈ રહી છે. આજે એક ઐતિહાસિક દિવસ છે. આ ચૂંટણી પાર્ટીમાં આંતરિક સંવાદિતાનો સંદેશ આપે છે. ગાંધી પરિવાર સાથે મારા સંબંધો 19 ઓક્ટોબર બાદ પણ એવા જ રહેશે.