×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી, તા.04 જાન્યુઆરી-2023, બુધવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉલ્લેખનિય છે કે, સોનિયા ગાંધી પણ બે વખત કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અગાઉ સોનિયા ગાંધીની તબિયત બગડતા તેમને 12મી જૂને આ જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સોનિયા ગાંધીને 2 જૂને કોરોના સંક્રમિત થયા હતા, ત્યારથી ગંગારામ હોસ્પિટલમાં તેમનું રૂટિન ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

સોનિયા ગાંધીને રૂટિન ચેકઅપ માટે દાખલ કરાયા

પ્રથમવાર કોરોના સંક્રમિત થયા બાત સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે 75 વર્ષિય સોનિયા ગાંધીને ગત વર્ષે 12મી જૂને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે તેઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું. કોંગ્રેસ પક્ષ તરફથી કહેવાયું હતું કે, હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ જાણવા મળ્યું કે, સોનિયા ગાંધીની શ્વાસ નડીમાં ફંગલ સંક્રમણ છે.

દિલ્હીની યાત્રામાં સામેલ થયા હતા સોનિયા

તાજેતરમાં જ સોનિયા ગાંધી દિલ્હીમાં ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. તેઓ થોડા અંતર સુધી રાહુલ ગાંધી સાથે ચાલ્યા હતા. અગાઉ પણ સોનિયા ગાંધી સપ્ટેમ્બરમાં કન્યાકુમારીમાં ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. તો તે પહેલા ઓક્ટોબરમાં કર્ણાટકમાં યાત્રામાં ભાગ લીધો હતો.