×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેરાલામાં વધી રહેલા કોરોના કેસથી ચિંતા, એક દિવસમાં 14000 લોકો સંક્રમિત થયા


નવી દિલ્હી,તા.7.જુલાઈ.2021

કેરાલામાં કોરોનાના વધતા જતા કેસોના કારણે ચિંતા વધી ગઈ છે.દેશમાં એક તરફ બીજા રાજ્યોમાં કોરોનાનુ જોર ઓછુ થઈ રહ્યુ છે ત્યારે કેરાલામાં કેસ વધી રહ્યા છે.

મંગળવારે કેરાલામાં છેલ્લા 26 દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા હતા.એક સપ્તાહ દરમિયાન કેરાલામાં કોરોનાના કેસ વદી રહ્યા છે.ગયા અઠવાડિયે નવા કેસમાં સાત ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.મંગળવારે કેરાલામાં નવા 14000 કેસ સામે આવ્યા હતા.જે આખા દેશના 33 ટકા કેસ થવા જાય છે.ગયા મહિને 10 જૂને 14000 કેસ સામે આવ્યા હતા અને એ પછી એક ઓછા થવા માંડ્યા હતા પણ હવે ફરી કોરોનાના દર્દીઓની સખ્યા વધી ગઈ છે.છેલ્લા એક સપ્તાહમાં નવા 84000 કેસ સામે આવી ચુકયા છે.

મંગળવારે દેશમાં 43000 નવા દર્દીઓ નોંધાયા છે.જેમાંથી 33 ટકા તો એકલા કેરાલાના છે.મંગળવારે ભારતમાં કોરોનાના કારણે 703 મોત થયા છે.જેના પગલે અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી મરનારા લોકોનો આંકડો ચાર લાખ થઈ ચુકયો છે.કોરોનાના કારણે સૌથી વધારે 1.23 લાખ લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે.