×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેરળમાં 3 દિવસમાં 6 ટ્રેનો પર પથ્થરમારો, છેલ્લા 20 મહિનામાં 60 ઘટના બની

તિરુવનંતપુરમ, તા.16 ઓગસ્ટ-2023, બુધવાર

દેશમાં સૌથી વધુ ટ્રેનો પર પથ્થરમારાની ઘટના કેરળમાં બની હોવાનું સામે આવી રહ્યું છે. કેરળવાસીઓને ટ્રેનોથી નફરત હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે અહીં છેલ્લા 20 મહિનામાં 60 પથ્થમારાની ઘટના નોંધાઈ છે, ત્યારે કેરળમાં છેલ્લા 3 દિવસમાં 6 ટ્રેનો પર પથ્થમારો થવાની ઘટના સામે આવી છે. કાસરગોડથી તિરુવનંતપુરમ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસન ટ્રેન પર ગઈકાલે પથ્થમારો થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે, તો અગાઉ રવિવારે 3 ટ્રેનો પર પથ્થરમારો થવાની ઘટના બની હતી, જેમાં 4 નશાખોર શ્રમિકોની ધરપકડ કરાઈ છે. આ ઘટનામાં કેરળના કન્નુર અને કાસરગોડ જિલ્લામાંથી પસાર થતી ત્રણ ટ્રેનો પર પથ્થરમારા થયો હતો.

કાસરગોડથી તિરુવનંતપુરમ વંદે ભારત ટ્રેન પર પથ્થમારો

અગાઉ કેરળનાં કાસરગોડથી તિરુવનંતપુરમ જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો છે. ટ્રેન જ્યારે થાલાસ્સેરીથી પસાર થઈ ત્યારે આ ઘટના બની છે. ગઈકાલે 15મીએ બપોરે બનેલી આ ઘટનામાં સી8 કોચના કાચ તુટી ગયા છે. જોકે મુસાફરો સલામત છે. પથ્થમારો એવો જોરથી કરાયો કે, એસી કોચની 1 બારીના બંને પરતના કાંચ તુડી ગયા છે. રેલવે આ ઘટનામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કોઝિકોડ-કલ્લાઈ એક્સપ્રેસ પર પણ પથ્થરમારો

તો ગઈકાલે 15 ઓગસ્ટે જ વધુ એક ટ્રેન પર પથ્થમારો થયો હતો. કોઝિકોડ અને કલ્લાઈ વચ્ચે કન્નૂર-યશવંતપુરા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થમારાની ફરિયાદ કરાઈ હતી. ફરિયાદમાં એસ4 કોચ પર પથ્થમારો કરાયો હોવાનું જણાવાયું હતું.

જ્યારે 14મી ઓગસ્ટે સવારે નિઝામુદ્દીનથી એર્નાકુલમ જઈ રહેલી દુરન્તો એક્સપ્રેસ પર કન્નાપુરમ-પોપિનિસેરી વચ્ચે પથ્થમારો કરાયો હતો. એન્જી પર પત્થર પડતા લોકો પાયલોટે તુરંત રેલવે સુરક્ષા દલને જાણ કરી હતી.

કેરળમાં ત્રણ ટ્રેન પર કરાયો પથ્થરમારો

મળતી વિગતો મુજબ, અધિકારીઓએ જણાવ્યું કે, કેરળના કન્નુર અને કાસરગોડ જિલ્લામાંથી પસાર થતી ત્રણ ટ્રેનો પર પથ્થરમારો કરાયો છે. આ ઘટના પથ્થરમારાની ઘટનામાં દક્ષિણી રેલવેના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. 13મીએ સાંજે 7.11થી 7.16 વચ્ચે બે ટ્રેનો કન્નૂર રેલવે સ્ટેશનથી રવાના થઈ કાસરગોડ જઈ રહી હતી. ત્યારે વલમપટ્ટનમ પાસે ટ્રેનો પર પથ્થમારો કરવામાં આવ્યો. જ્યારે ત્રીજી ટ્રેન કાસરગોડથી કન્નૂર જઈ રહી હતી ત્યારે નીલેશ્વરમાં પથ્થરમારો કરવામાં આવ્યો.

પથ્થમારો કરનાર 4 શ્રમિકો નશાની હાલતમાં પકડાયા

આ ઘટનામાં પોલીસે વાલાપટ્ટનમના ચાર પ્રવાસી શ્રમિકોની ધરપકડ કરી છે. આ શ્રમિકો નશાની હાલતમાં મળી આવ્યા હતા. શ્રમિકોએ કહ્યું કે, તેમનો કોઈ ખોટું કામ કર્યું નથી. ઉલ્લેખનિય છે કે, થોડા અઠવાડિયા પહેલાં કન્નુર જિલ્લામાં ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અગાઉ બીજી એપ્રિલે દિલ્હીના શાહરુખ સૈફી નામના વ્યક્તિએ કોઝિકોડથી કન્નૂર જઈ રહેલી એક ટ્રેનમાં આગ લગાવી દીધી હતી, રેલવેએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આ મામલે એનઆઈએને તપાસ સોંપી છે. હાલ સૈફી કસ્ટડીમાં છે. આ કેસમાં કેરળ પોલીસને પણ સામેલ કરાઈ છે.

કેરળમાં 20 મહિનામાં ટ્રેનો પર પથ્થમારાની 60 ઘટના નોંધાઈ

કેરળવાસીઓને ટ્રેનોથી નફરત હોય તેવો રિપોર્ટ સામે આવ્યો છે. કારણ કે, રાજ્યમાં છેલ્લા 20 મહિનાની અંદર ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાના 60 મામલાઓ નોંધાયા છે. વર્ષ 2022માં 32 ટ્રેનો પર પથ્થરમારો થવાની ઘટના નોંધાઈ હતી, તો આ વર્ષે અત્યાર સુધીમાં 28 મામલાઓ સામે આવ્યા છે. ટ્રેનો પર પથ્થરમારો થવાની સૌથી વધુ ઘટના તિરુર, કન્નૂર, વલપટ્ટનમ અને છોટાનિક્કારામાં સામે આવી છે, જેઓ કેરળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિરુદ્ધ હતા. અહેવાલો મુજબ 2015માં 15 ઘટના, 2016માં 17 ઘટના સામે આવી છે.