×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેરળમાં ચાલુ ટ્રેને સહયાત્રીઓને સળગાવનાર શાહરુખ સૈફી રત્નાગિરીથી ઝડપાયો, તે નોઈડાનો વતની છે

image : Twitter


કેરળની એક ટ્રેનમાં કથિતરૂપે આગ લગાવી ૩ લોકોને માર્યા બાદ ફરાર થઈ ચૂકલો આરોપી શાહરુખ સૈફી પકડાયો છે. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ અને મહારાષ્ટ્ર એટીએસની એક સંયુક્ત ટીમે મંગળવાર અને બુધવારની રાત દરમિયાન મહારાષ્ટ્રના રત્નાગિરી રેલવે સ્ટેશનથી તેની ધરપકડ કરી હતી. શાહરુખ સૈફી નોઈડાનો રહેવાશી છે. 

શું છે આરોપ? 

સૈફી સામે આરોપ છે કે જ્યારે અલાપ્પુઝા-કન્નૂર એક્ઝિક્યૂટિવ એક્સપ્રેસ ૨ એપ્રિલ રાતે આશરે 9:45 વાગ્યે જ્યારે કોઝિકોડ શહેરને પર કર્યા બાદ કોરાપુઝા રેલવે પુલ પર પહોંચી ત્યારે તેણે કોઈ જ્વલનશીલ પદાર્થનો છંટકાવ કરી સહયાત્રીઓને સળગાવી દીધા હતા. આ ઘટનામાં એક વર્ષનું બાળક અને એક મહિલા સહિત ૩ લોકો કોઝિકોડના એલાથુર રેલવે સ્ટેશન નજીક ફાટક પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા, જોકે ૮ અન્ય ઘવાયા હતા. 

શાહરુખ સૈફી સારવાર કરાવવા રત્નાગિરી પહોંચ્યો હતો 

શાહરુખ સૈફીની લોકેશન કાલે રત્નાગિરીમાં ટ્રેસ થઈ હતી. માહિતી અનુસાર તે તેના માથાની ઈજાની સારવાર માટે રત્નાગિરી સિવિલ હોસ્પિટલે આવ્યો હતો. આ ઈજા તેને કેરળમાં ટ્રેનથી નીચે ઉતરતી વખતે પડી જવાને કારણે લાગી હતી. જોકે તે સારવાર કરાવય વિના જ હોસ્પિટલેથી નાસી ગયો હતો. તેના પછી પોલીસે વ્યાપક ધોરણે તલાશી અભિયાન ચલાવી શાહરુખને પકડી પાડ્યો હતો. હાલ તે રેલવે સુરક્ષાદળની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ થવાની બાકી છે. કેરળ પોલીસ રત્નાગિરી પહોંચી ગઈ છે.