×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેરળમાં ચાલુ ટ્રેનમાં આગ ચાંપવાની અસમાન્ય ઘટના ઃ ત્રણનાં મોત


તિરુવનંતપુરમ, તા. ૩

કેરળમાં ચાલતી ટ્રેનમાં આગ લગાવવાની એક અસામાન્ય ઘટનામાં  એક બાળક સહિત કુલ ત્રણ લોકોનાં મોત થયા છે. કેરળના મુખ્યપ્રધાન પિનરાઇ વિજયને સોમવારે જણાવ્યું હતું કે ચાલતી ટ્રેનમાં આગ લાગવાની ઘટનાની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે.

રાજ્યના કોઝિકોડ જિલ્લામાં ગત રાતે બનેલી આ ઘટનામાં એક બાળક સહિત ત્રણ લોેકોનાં મોત થયા હતાં. રવિવાર રાતે અલપ્પુઝા-કન્નૂર એક્ઝિક્યુટીવ એક્સપ્રેસના એક કોચની અંદર આગ લગાવનારા આરોપી વ્યકિતની ઓળખ થઇ શકી નથી અને કેસમાં અત્યાર સુધીની કોઇની પણ ધરપકડ થઇ નથી.

જો કે પોેલીસે શંકા વ્યકિત કરી છે કે આરોપી ઉત્તર ભારતીય છે અને તેને કાવતરું રચી ઘટનાને અંજામ આપ્યો હતો કારણકે તેની બેગમાં એક બોટલ મળી આવી હતી જેમાં પેટ્રોલ હતું. રેલવે પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે તમેના સિવાય કેટલાક અન્ય એજન્સીઓ પણ કેસમાં તપાસ કરી રહી છે જેથી એ જાણી શકાય કે ઘટનાનો આતંકવાદ સાથે કોઇ સંબધ છે કે નહીં. અધિકારીએ જણાવ્યું હતું કે અન્ય કોઇ વધુ માહિતી મળી નથી. તપાસ ચાલુ છે.

અધિકારીએ જણાવ્યું હતું કે એક યાત્રીથી મળેલી માહિતીને આધારે આરોપી વ્યકિતનો સ્કેચ જારી કર્યો છે.

મુખ્યપ્રધાન વિજયને એક નિવેદનમાં જણાવ્યું છે કે પોલીસને ઘટનાના સંબધમાં વિસ્તૃત તપાસના નિર્દેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસ સક્રિયતાથી હુમલાખોરને પકડવાના પ્રયત્નો કરી રહી છે અને રાજ્ય પોલીસ પ્રમુખ અનિત કાંત દ્વારા તપાસની સમીક્ષા કરવામાં આવી રહી છે.

મુખ્યપ્રધાને જણાવ્યું છે કે રાજ્ય સરકાર રેલવે યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક પગલા ભરશે અને રેલવે મંત્રાલયને અપીલ કરી છે કે તે યાત્રીઓની સુરક્ષાના કેસમાં શક્ય તમામ પગલા ભરે.

પોલીસે આ અગાઉ જણાવ્યું હતું કે રેલવે ટ્રેક પરથી એક બેગ જપ્ત કરવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે આ બેગ આરોપીની છે જેમાં પેટ્રોલની બોટલ મળી આવી છે. પોલીસે જણાવ્યું હતું કે આ બેગમાં પેટ્રોલની બોટલ સિવાય બીજું કશું પણ ન હતું.

આ ઘટના રવિવાર પાતે ૯.૪૫ વાગ્યાની છે. ઘટનાના સમયે ટ્રેન કોઝિકોંડ ક્રોસિંગને પાર કરી કોરાપુઝા રેલવે પુલ પહોંચી હતી. શરૃઆતમાં માનવામાં આવી રહ્યું હતું કે આ ઘટના આરોપી અને અન્ય એક યાત્રી વચ્ચે ઝઘડાનું પરિણામ હતી.જો કે આ કોચના એક યાત્રીએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીનો કોઇની સાથે પણ ઝઘડો થયો ન હતો. આરોપીએ યાત્રીઓ પર જ્વલનશીલ પ્રવાહી નાખી આગ ચાંપી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રવાહી પેટ્રોલ હતું. ઘટનામાં ૯ લોકો દાઝી ગયા હતાં. હુમલાખોરની ઉંમર ૨૫ વર્ષની આસપાસ છે. પોલીસ હુમલાખોરને શોધી રહી છે.