×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેન્દ્ર સરકાર પર કોંગ્રેસે કરેલા 9 સવાલો પર ભાજપનો જવાબ, કહ્યું તે જુઠાણાનું સૌથી મોટુ પોટલું


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં રહેલી ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે પણ 9 પ્રશ્નો પૂછ્યા હતા. આ સવાલોના જવાબ ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આપ્યા છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલા 9 પ્રશ્નો જુઠ્ઠાણાનું પોટલું છે. આ કોંગ્રેસની બેશરમીની પરાકાષ્ઠા છે.

રવિશંકર પ્રસાદે આપ્યા 9 પ્રશ્નોના જવાબ 

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તમે ટીકા કરો પરંતુ આલોચના કરીને દેશની અંદરના સંકલ્પને નબળો ના પાડો, તમે એવા લાખો સેવા કર્મીઓ, ડોક્ટરો, નર્સો, સફાઈ કામદારો, એમ્બ્યુલન્સ ડ્રાઈવરોનું મોટું અપમાન છે જેમણે કોવિડ યુગમાં દેશને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. આજે 16 હજાર કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ થઈ રહી છે. મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક બની ગયો છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટનો આંકડો 10 અબજ ડોલર છે. આજે ભારત વિકાસના દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. કોંગ્રેસને આ બધું દેખાતું નથી તો કોઈ શું કરી શકે.

આ પહેલા કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી

આ અગાઉ મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસના જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે એક પુસ્તિકા પણ બહાર પાડી અને કહ્યું અમારી પાર્ટી પીએમ મોદીને 9 પ્રશ્નો પૂછી રહી છે. અમે જાણવા માંગીએ છીએ કે તેઓ આ સવાલોના જવાબ આપવા ક્યારે મૌન તોડશે.

કેન્દ્ર સરકારને કોંગ્રેસના 9 સવાલ