×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેન્દ્ર સરકારે જ નહીં આ રાજ્ય સરકારોએ પણ કર્મચારીઓને પગાર વધારો આપ્યો

નવી દિલ્હી, 20 ઓગસ્ટ 2021 શુક્રવાર

લાંબી રાહ જોયા પછી, દેશભરની રાજ્ય સરકારો ધીમે ધીમે સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) જાહેર રહી છે. કેન્દ્રએ તાજેતરમાં DA 17 ટકાથી વધારીને 28 ટકા કર્યું છે. આ નિર્ણયથી લગભગ કેન્દ્ર સરકારના 48 લાખ  કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને  ફાયદો થશે.

કેન્દ્ર દ્વારા ઘોષણા કરવામાં આવી ત્યારથી, દેશના કેટલાક રાજ્યો પણ આગળ આવી રહ્યા છે. બિહાર અને હિમાચલ પ્રદેશ તાજેતરમાં DA વધારવાની જાહેરાત કરનારા રાજ્યોમાં સામેલ છે. 15 ઓગસ્ટે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે DA માં 11 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. તે જ દિવસે, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુરે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 6 ટકાના વધારાના DAની જાહેરાત કરી હતી.

દરમિયાન, આસામ સરકારે DA વધારવાની જાહેરાત કરી અને માર્ચ 2022 સુધીમાં એક લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન પણ આપ્યું. રાજ્ય સરકારો સિવાય PSU બેંકોએ પણ કર્મચારીઓ માટે DA 2.1 ટકા વધારીને 27.79 ટકા કરી દીધા છે. પગાર વધારો ઓગસ્ટથી ઓક્ટોબર ત્રિમાસિક સુધી લાગુ થશે.

તે રાજ્યો કે જેમણે સરકારી કર્મચારીઓ માટે DA માં વધારો કરવાની જાહેરાત કરી છે:

ઉત્તરપ્રદેશ સરકારે ગયા મહિને નાણાં વિભાગને કેન્દ્ર દ્વારા લેવાયેલા નિર્ણયને અનુરૂપ  DA વધારવાની યોજના તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેથી હવે કર્મચારીઓને 11 ટકાના વધેલા દરે DA અને મોંઘવારી રાહત (DR) ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મિરમાં સરકારી કર્મચારીઓ માટે DA અને DR લાભો સુધારી દેવામાં આવ્યા છે. કે જે 1 જુલાઈ 2021થી અમલી બનશે. 

ઝારખંડ સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધારીને 28 ટકા કર્યું છે. આ 1 જુલાઈ 2021 થી લાગુ થશે.

હરિયાણામાં સરકારી કર્મચારીઓ માટે DA 11 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યો છે. આ વર્ષના અંત સુધીમાં 3 ટકાનો અન્ય વધારો પણ અપેક્ષિત છે.

કર્ણાટક સરકારે DA 11.25 ટકાથી વધારીને 21.5 ટકા કરી દીધું છે.

રાજસ્થાન સરકારે DA 17 ટકાથી 11 ટકા વધારીને 28 ટકા કર્યું. તેણે સરકારી કર્મચારીઓના મકાન ભાડા ભથ્થામાં પણ બે ટકાનો પણ વધારો કર્યો છે.