×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ: 43 મંત્રીનાં શપથ


- રવિશંકર પ્રસાદ, હર્ષ વર્ધન, જાવડેકર સહિત 12 મંત્રીઓની વિદાય, નવા ચહેરાઓને સ્થાન

- 43 મંત્રીઓમાં 15 કેબિનેટ અને 28 રાજ્યકક્ષાના, મોદી, શાહ, રાજનાથની હાજરીમાં રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યાં

- મંત્રીઓની સરેરાશ વય મર્યાદા 58 વર્ષ, અગાઉ કરતા બે વર્ષ ઘટયા: 11 મંત્રીઓ 50 વર્ષથી ઓછી વયના

- સિંધિયા, માંડવિયા, રુપાલા, સોનોવાલ, રાણે, રિજ્જુજી, પુરી, પશુપતિ કેબિનેટમાં: પાંચ મંત્રીને પ્રમોશન 

નવી દિલ્હી : મોદી સરકાર બીજી વખત સત્તામાં આવી તે બાદ પહેલી વખત મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મોદી સરકારની કેબિનેટનું બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા હતા જ્યારે નવા ચેહરાને સ્થાન અપાયું છે. કુલ ૪૩ મંત્રીઓએ શપથ લીધા હતા તેમાં ૧૫ કેબિનેટ અને ૨૮ રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે. જે નવા મંત્રીઓને સામેલ કરાયા છે તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, સર્વાનંદ સોનોવાલ, વીરેંદ્ર કુમાર, પશુપતિ કુમાર પારસ મુખ્ય ચેહરાઓ છે. આ સાથે જ રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, હર્ષ વર્ધન જેવા દિગ્ગત નેતાઓ પાસેથી મંત્રી પદ લઇ લેવામાં આવ્યા છે. કુલ ૧૨ જેટલા મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા.   

આ સાથે જ કિરણ રિજ્જુજી, હરદીપસિંહ પુરી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ  રુપાલા, અનુરાગ ઠાકુરને રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય એક મોટો ફેરફાર મંત્રીઓની ઉંમરને લઇને કરવામાં આવ્યો છે. જે પણ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા તેમની સરેરાશ વય મર્યાદા ૫૮ વર્ષ સુધીની છે. જે અગાઉ ૬૧ વર્ષ સુધીની હતી.  

 સૌથી ચર્ચાસ્પદ ચેહરો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા છે, જેમને કેબિનેટમાં મંત્રી પદ આપવામાં આવ્યું છે. સૌથી પહેલા રાજ્યસભાના સાંસદ નારાયણ રાણેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેબિનેટ મંત્રી પદે શપથ લેવડાવ્યા હતા, જેઓ અગાઉ મહારાષ્ટ્રના સીએમ રહી ચુક્યા છે અને શિવસેનામાંથી કોંગ્રેસમાં અને અંતે ભાજપમાં સામેલ થયા હતા. રાણે બાદ આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે શપથ લીધા હતા. તેઓને પણ કેબિનેટ મંત્રી બનાલાયા છે. 

ત્રીજા ક્રમે ડો. વીરેંદ્ર કુમારે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા જેઓ મધ્ય પ્રદેશના ટીકમગઢના સાંસદ છે. ચોથા ક્રમે કેબિનેટ મંત્રી પદે જ્યોતિરાદિત્ય સિંધિયાએ શપથ ગ્રહણ કર્યા હતા.  અન્ય કેબિનેટ મંત્રીઓમાં બિહારના રામચંદ્ર પ્રસાદસિંહ, અટલ બિહારી વાજપેયીના અંગત સચીવ રહી ચુકેલા ઓડિશાના અશ્વિન વૈષ્ણવ,  એનડીએના સહિયોગી પક્ષ લોક જનશક્તિ પાર્ટીના નેતા અને  ભત્રિજા ચિરાગ પાસવાન સાથે વિવાદોમાં ઘેરાયેલા પશુપતિ પારસનો પણ સમાવેશ થાય છે. રાજ્યકક્ષાના મંત્રીઓમાં મુખ્ય ચેહરાઓ પર નજર કરીએ તો અપના દલના અનુપ્રિયા પટેલ, દિલ્હીથી ભાજપના સાંસદ મીનાક્ષી લેખી, ગુજરાતના દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ, કલ્યાણસિંહના નજીકના યુપીના બીએલ વર્માનો સમાવેશ થાય છે. 

જે મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા તેમાં ૫૦ વર્ષથી ઓછી વયના પર નજર કરીએ તો સ્મૃતિ ઇરાની (૪૫), કિરણ રિજ્જુજી (૪૯), મનસુખ માંડવિયા (૪૯), કૈલાસ ચૌધરી(૪૭), સંજીવ બલયાન(૪૯), અનુરાગ ઠાકુર (૪૬), ડો. ભારતી પ્રવીણ પવાર(૪૨), અનુપ્રિયા પટેલ (૪૦), શાંતનુ ઠાકુર(૩૮), જ્હોન બર્લા (૪૫), ડો. એલ મુરુગન (૪૪)નો સમાવેશ થાય છે. આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને યુપીના આઠ જેટલા મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યાં છે.

રાજીનામા આપનારા 12 પ્રધાનો

હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ નિશંક, દેબોશ્રી ચૌધરી, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, રતન લાલ કટારિયા, પ્રતાપ સારંગી, બાબુલ સુપ્રીયો, રાવ સાહેબ દાનવે પાટિલ, સદાનંદ ગૌડા.

વિસ્તરણ બાદ મોદી કેબિનેટની સ્થિતિ

મંત્રી

મંત્રાલય

નરેન્દ્ર મોદી (વડાપ્રધાન)

-

રાજનાથસિંહ

સંરક્ષણ

અમિત શાહ

ગૃહ અને સહકારિતા

નિતિન ગડકરી

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે

નરેન્દ્રસિંહ તોમર

કૃષિ તેમજ વિકાસ કલ્યાણ

એસ જયશંકર

વિદેશ

અર્જૂન મુંડા

જનજાતીય મામલા

મનસુખ માંડવિયા

સ્વાસ્થ્ય અને આરોગ્ય, કેમિલક્સ અને ફર્ટિલાઇઝર

ધર્મેન્દ્ર પ્રધાન

શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ

અશ્વિની વૈષ્ણવ

રેલવે, કોમ્યૂનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી

પિયુષ ગોયલ

ટેક્સટાઇલ, કોમર્સ, ઇન્ડસ્ટ્રી, ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન વિતરણ

હરદીપસિંહ પુરી

પેટ્રોલિયમ, કુદરતી ગેસ, હાઉસિંગ અને શહેરી બાબતો

સ્મૃતિ ઇરાની

મહિલા તેમજ બાળ કલ્યાણ, સ્વચ્છ ભારત મિશન

જ્યોતિરાદિત્ય સિંધિયા

નાગરિક ઉડ્ડયન

પશુપતિ પારસ

ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી

કિરણ રિજ્જુજી

કાયદો અને ન્યાય

સર્વાનંદ  સોનોવાલ

આયુષ, પોર્ટ, જળમાર્ગ, ઉત્તર-પૂર્વના મામલા

પુરુષોત્તમ રુપાલા

ડેરી અને ફિશરીઝ

અનુરાગ ઠાકુર

ખેલ અને યુવા કલ્યાણ

ગિરિરાજસિંહ

ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ

ભૂપેંદ્ર યાદવ

શ્રમ

પ્રહલાદ જોશી

સંસદીય મામલા, કોલસા અને ખનન

આરકે સિંહ

કાયદો અને વિજળી

નારાયણ રાણે

લઘુ તેમજ મધ્યમ ઉધ્યોગ

મુખ્તાર અબ્બાસ નકવી

લઘુમતી બાબતો

ડો. વીરેંદ્ર કુમાર

સામાજિક ન્યાય તેમજ સશક્તિકરણ

રામચંદ્ર પ્રસાદસિંહ

સ્ટીલ