×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેન્દ્રીય કર્મચારીઓને ખર્ચ ઘટાડવાનો આદેશ, ઓવર ટાઇમ ભથ્થા સહિતના અન્ય ખર્ચ પર કાપ મુકાશે

નવી દિલ્હી, 11 જુન 2021 શુક્રવાર

ખર્ચમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકારનાં વિવિધ મંત્રાલયનાં કર્મચારીઓનાં ઓવરટાઇમ અને રિવોર્ડસ વગેરેમાં 20% નો ઘટાડો કરાશે, સરકારે ખર્ચ પર નિયંત્રણ મેળવવા માટેની આ કવાયત હાથ ધરી છે.

નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે એક મેમોરેન્ડમ ગુરૂવારે બહાર પાડ્યું હતું, જે ભારત સરકારના તમામ સચિવો અને મંત્રાલયો અને વિભાગોના નાણાકીય સલાહકારોને મોકલવામાં આવ્યું હતું. જેમાં વ્યર્થ ખર્ચને રોકવા અને તેને 20% ઘટાડવા માટે પગલાં ભરવા જણાવ્યું હતું.

મેમોરેન્ડમમાં જણાવ્યું છે કે તમામ મંત્રાલયો / વિભાગોને અનુરોધ કરવામાં આવે છે કે તમામ ટાળી શકાય તેવા બિન-યોજનાકીય ખર્ચને ઘટાડવા પગલાં લેવામાં આવે. આ હેતુ માટે 2019-20 માં ખર્ચને બેઝલાઇન તરીકે લઈ શકાય છે. જો કે, મેમોરેન્ડમમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોવિડ રોગચાળાને રોકવા સંબંધિત ખર્ચને આ હુકમના કાર્યક્ષેત્રની બહાર રાખવામાં આવ્યો છે.

ઓવરટાઇમ ભથ્થું, પુરસ્કારો(રિવોર્ડ), ઘરેલું મુસાફરી, વિદેશી મુસાફરી ખર્ચ, ઓફિસ ખર્ચ, ભાડા, દરો અને કર, રોયલ્ટી, પ્રકાશનો, અન્ય વહીવટી ખર્ચ, પુરવઠા અને સામગ્રી, રાશનનો ખર્ચ, POL, કપડાં અને તંબુ, જાહેરાત અને પ્રચાર, નાના કામો, જાળવણી, સેવા શુલ્ક, યોગદાન અને અન્ય શુલ્ક.

આ મુદ્દા પર, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ખર્ચ કાપનો ઓર્ડર આપવા પાછળ એક તર્ક એ છે, કેમ કે સિસ્ટમ 100% ક્ષમતા સાથે કામ કરી રહી ન હોવાથી કાપવાનો આ યોગ્ય સમય છે.