×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેન્દ્રિય મંત્રીએ યોગીને પત્ર લખ્યો : મેડિકલ સાધનોની કાળાબજારી થાય છે, ઓક્સિજન મળતો નથી અને અધિકારીઓ ફોન નથી ઉપાડતા

- ભાજપના કેન્દ્રિય મંત્રી અને બરેલીના સાંસદ સંતોષ ગંગાવારે યોગી આદિત્યનાથને પત્ર લખ્યો

નવી દિલ્હી,તા. 8 મે 2021, રવિવાર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની સરકાર રાજ્યમાં બધુ બરાબર હોવાના સતત દાવાઓ કરી રહી છે. તેઓ કહી રહ્યા છે કે ઉત્તર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે અને કોઇ વ્સતુની અછત નથી. ત્યારે ભાજપના જ કેન્દ્રિય મંત્રી અને બરેલીના સાંસદ સંતોષ ગંગાવારે યોગી આદિત્યનાથને પત્ર લખીને પોતાના સંસદીય વિસ્તારની સ્વાસ્ત્ય વ્યવસ્થાન લઇને ચિંતા વ્યક્ત કરી છે.

ગંગવારે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે બરેલીના સ્વાસ્થ્ય અધિકારીઓ તેમનો ફોન નથી ઉઠાવતા. એટલે કે મોદીના મંત્રીએ જ ઉત્તર પર્દેશ સરકાર અને તેમના દાવોએની પોલ ખોલી છે. ગંગવારે યોગીને લખેલા પત્રમાં લખ્યું કે એવા કેસ સામે આવી રહ્યા છે કે એક વખત દર્દીને રેફર કર્યા બાદ જ્યારે તે સરકારી હોસ્પિટલ પહોંચે છે, ત્યારે તેને બીજી વકત જિલ્લા હોસ્પિટલમાંથી રેફર કરાવવાનું કહેવામા આવે છે. જેના કારણે અનેક લોકોનું સ્વાસ્થ્ય વધારે બગડી રહ્યું છે. જેમને લઇને કેન્દ્રિય મંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે.

આ સિવાય મેડિકલ સાધનોની કાળાબજારીની ફરિયાદ પણ કરી છે. સાથે અપીલ કરી છે કે સરકાર આ સાધનોની કિંમત નક્કી કરે. સાથે તેમણે બરેલીમાં ઓક્સિજનની અછતનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે મધ્ય પ્રદેશનું ઉદાહરણ આપતા સૂચન કર્યુ કે સરકારી અને કેટલીક ખાનગી હોસ્પિટલને 50 ટકા કિંમત પર ઓક્સિજન પ્લાંટ આપવામાં આવે. ગંગાવરે રસીકરણની ઝડપ વધારવા માટે આયુષ્યમાન ભઆરત યોજના સાથે જોડાયેલી તમામ હોસ્પિટલોમાં રસીકરણ શરુ કરવાનું સુચન આપ્યું છે.