×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેન્દ્રિય કર્મચારીઓ માટે ખુશખબર, તહેવારની સીઝનમાં મળશે એડવાન્સ સેલેરી, આ રાજ્યોને થશે લાભ

નવી દિલ્હી, 14 ઓગસ્ટ 2021 શનિવાર

ઓગસ્ટ મહિનાથી તહેવારોની સિઝન શરૂ થઈ છે. ઓણમ, રક્ષાબંધન અને ગણેશ ચતુર્થીની સાથે જ આ સીઝન નવેમ્બર-ડિસેમ્બરમાં દિવાળી, છઠ અને ક્રિસમસ સુધી ચાલશે. આ એક એવી સીઝન છે જેમાં લોકો ખુબ ખરીદી કરે છે. લોકો કમાવા અને પરિવાર માટે ખર્ચ કરવાની ચિંતા કરતા નથી. 

કોરોના કાળ દરમિયાન લોકોને પૈસામાં કોઈ સમસ્યા ન આવે અને તેઓ ઉગ્ર ખરીદી કરી શકે તે માટે સરકારે ખાસ તૈયારીઓ કરી છે, એવું માનવામાં આવે છે કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને પગાર અને પેન્શનનો લાભ અગાઉથી આપશે જેથી ખર્ચની સાથે સાથે દેશની અર્થવ્યવસ્થાને નવી ગતિ મળી શકે.

નાણાં મંત્રાલયે કેન્દ્રીય કર્મચારીઓ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. એક મિડિયા રિપોર્ટ મુજબ પગાર અને પેન્શન અગાઉથી આપવામાં આવશે, જેથી કર્મચારીઓને તહેવારોની સીઝનમાં નાણાની અછકનો સામનો ન કરવો પડે. કેરળમાં કેન્દ્રીય કર્મચારીઓને 19 ઓગસ્ટે પગાર ચૂકવવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

ઓણમ કેરળનો સૌથી મોટો તહેવાર છે જે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઓણમનાં પ્રસંગે કેન્દ્રીય કર્મચારીઓને અગાઉથી પગાર આપવામાં આવી રહ્યો છે. નાણાં મંત્રાલયના આદેશ અનુસાર કેરળ બાદ મહારાષ્ટ્રના કેન્દ્રીય કર્મચારીઓને આ લાભ મળશે. આ મહિને મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે.