×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

"કેટલાક લોકોને રોજ રાત્રે સીએમ બદલીને સૂવાની આદત હોય છે" : CM મનોહરલાલ ખટ્ટર


હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને તેમના પદ પરથી હટાવવાને લઈને રાજકીય વર્તુળોમાં હાલના સમયમાં કેટલીક અટકળો ચાલી રહી છે. તેના પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પોતાની પ્રતિક્રિયા આપી છે. સીએમ કહ્યું છે કે, કેટલાક લોકોને રોજ રાત્રે સીએમ બદલીને સૂવાની આદત હોય છે. તેણે આગળ પોતની વાત રાખી કહ્યું કે, "વ્યક્તિઓના અનુસારે, કંઈપણ બદલાશે નહીં. અમે જૂથ છીએ અને આમ ફેસબુક, ટ્વિટર પર નિર્ણય લેતા નથી."

મુખ્યમંત્રીએ કરનાલમાં આ વાતો કહી હતી. તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે કરનાલ પહોંચ્યા હતા. તેમણે નેતૃત્વ પરિવર્તન અંગે કહ્યું હતું કે, "ભાજપમાં અમે પદ માટે કામ કરતા નથી. બીજેપીનો સીએમ કોઈ પણ હોય, તે લોકો માટે કામ કરશે."  મુખ્યમંત્રીએ અફવા ફેલાવનારા માટે ટીપ્પણી કરતા કહ્યું  કે, " જ્યારે તમે કામથી કંટાળી ગયા હોય ત્યારે મારી પાસે આવો જો કઈ કામ નહિ હોય તો તેમને અન્ય કોઈ કામ આપવી દઈશ."

'સોશિયલ મીડિયા પર નિર્ણય લેવામાં આવતો નથી': CM મનોહર લાલ ખટ્ટર 
મુખ્યપ્રધાને કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય તમારા માટે કામ કરવાનો છે. ભાજપમાં લોકો એ વિચારતા નથી કે કોણ આવી રહ્યું છે, કોણ મુખ્યમંત્રી બનવાનું છે, કોણ મુખ્યમંત્રી બનશે. તેમણે કહ્યું, "ભાજપમાંથી આવનાર કોઈપણ સીએમ અથવા પીએમ લોકોના હિતમાં કામ કરશે, તે અમારી વિચારધારાનો ભાગ છે, તે અમારી સિદ્ધિઓનો ભાગ છે, તે અમારા મેનિફેસ્ટોનો ભાગ છે અને અમે સામૂહિક નિર્ણયો લઈએ છીએ." મુખ્યમંત્રીએ કહ્યું, "સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે તેના આધારે આવા નિર્ણયો લેવામાં આવતા નથી."

સીએમ ખટ્ટરને આ વાત પર સાંસદનું પણ સમર્થન મળ્યું
સિરસાથી બીજેપી સાંસદ સુનીતા દુગ્ગલે પણ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને બદલવાની અટકળો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી બદલવાની વાતો માત્ર અફવા છે. તેમણે કહ્યું, "મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વમાં રાજ્યમાં સતત વિકાસના કામો થઈ રહ્યા છે. મુખ્યમંત્રીની લોકપ્રિયતાથી ડરીને વિરોધીઓ આવી અફવાઓ ફેલાવી રહ્યા છે. આ અફવાઓમાં કોઈ સત્યતા નથી."