×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેજરીવાલ સરકારે જરૂર કરતા 4 ગણા વધારે ઓક્સિજનની રાખી હતી ડિમાન્ડ, ઑડિટ પેનલનો રિપોર્ટ


- દિલ્હી સરકાર 1,200 મેટ્રિક ટન ઓક્સિજનની માગને લઈ ઉહાપોહ કરી રહી હતી તે સમયે દિલ્હીને ફક્ત 300 મેટ્રિક ટન ઓક્સિજનની જ જરૂર હતી

નવી દિલ્હી, તા. 25 જૂન, 2021, શુક્રવાર

કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં સર્જાયેલા ઓક્સિજન સંકટથી ભારે હાહાકાર મચ્યો હતો. તે સમયે મોટા મોટા શહેરોમાં લોકો ઓક્સિજન માટે ભટકી રહ્યા હતા અને હોસ્પિટલોમાં પણ ઓક્સિજનની ભારે તંગી હતી. તે સમયે સુપ્રીમ કોર્ટે એક ઓક્સિજન ઑડિટ ટીમ બનાવી હતી જેનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં દિલ્હી સરકારે તે સમયે ઓક્સિજન સંકટના જે દાવા કરેલા તેના સામે સવાલ કરવામાં આવ્યો છે. 

રિપોર્ટ પ્રમાણે જ્યારે દિલ્હી સરકાર 1,200 મેટ્રિક ટન ઓક્સિજનની માગને લઈ ઉહાપોહ કરી રહી હતી તે સમયે દિલ્હીને ફક્ત 300 મેટ્રિક ટન ઓક્સિજનની જ જરૂર હતી. 

દિલ્હીના કારણે અનેક રાજ્યોને મુશ્કેલી પડી

રિપોર્ટમાં કરાયેલા દાવા પ્રમાણે દિલ્હીની આ માગણીના કારણે આશરે 12 રાજ્યોમાં ઓક્સિજનની તંગી સર્જાઈ હતી કારણ કે, તે સમયે જે માગણી થઈ રહી હતી તેના પ્રમાણે ઓક્સિજનનો વધારાનો સપ્લાય દિલ્હી પહોંચાડાઈ રહ્યો હતો. 

ઓક્સિજન ટાસ્ક ફોર્સના કહેવા પ્રમાણે 29 એપ્રિલથી 10 મે વચ્ચે કેટલીક હોસ્પિટલોના ડેટા ઠીક કરવામાં આવ્યા. દિલ્હી સરકારે આ દરમિયાન 1140 એમટી ઓક્સિજનની જરૂર દર્શાવી હતી પરંતુ કરેક્શન બાદ તે ડેટા 209 એમટીએ પહોંચ્યો હતો. 

ટાસ્ક ફોર્સ દ્વારા સૂચન આપવામાં આવ્યું છે કે, દેશમાં ઓક્સિજન નિર્માણ માટે એક નીતિ હોવી જોઈએ, મોટા શહેરોની આજુબાજુ નિર્માણની વ્યવસ્થા હોવી જોઈએ જેથી 50 ટકા જેટલો સપ્લાય અહીંથી જ થઈ શકે. આ માટે દિલ્હી-મુંબઈને પ્રાથમિકતા અપાઈ શકે છે. 

ઑડિટ પેનલના રિપોર્ટ બાદ નિવેદનોનો મારો

ઑડિટ પેનલના આ રિપોર્ટ બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટમાં લખ્યું હતું કે, જરૂર હતી તેના કરતા 4 ગણા વધારે ઓક્સિજનની માગણી કરી જેથી બાકીના પ્રદેશોએ તેનું નુકસાન ઉઠાવવું પડ્યું અને તેમને તંગી અનુભવવી પડી. બૂમરાણ મચાવવાનું કોઈ દિલ્હી સરકાર પાસેથી શીખે. 

દિલ્હી ભાજપના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ ટ્વીટમાં લખ્યું હતું કે, દિલ્હી સરકારે ડિમાન્ડ કરતા 4 ગણી વધુ માગણી કરી છતાં તેને કેન્દ્ર દ્વારા ઓક્સિજન સપ્લાય મળ્યો. પરંતુ હોસ્પિટલોમાં કોઈ મદદ ન કરવામાં આવી, દિલ્હીના લોકોએ બ્લેક માર્કેટમાંથી ઓક્સિજન ખરીદવો પડતો હતો.