×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેજરીવાલની જાહેરાતઃ દિલ્હીમાં કાલથી લાગુ થશે 'જ્યાં વોટ-ત્યાં જ વેક્સિન', ઘરે-ઘરે જશે કર્મચારીઓ


- લોકોને પોલિંગ સેન્ટર્સ પર જ વેક્સિનેશનની સુવિધા આપવામાં આવશે જેથી લોકોને વેક્સિન લેવામાં કોઈ મુશ્કેલી ન પડે

નવી દિલ્હી, તા. 07 જૂન, 2021, સોમવાર

દેશની રાજધાની દિલ્હીમાં વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું કે, જો કેન્દ્ર તરફથી સતત વેક્સિન મળતી રહેશે તો 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને 1 મહિનામાં વેક્સિન આપી દેવામાં આવશે. 

અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે 45 વર્ષ કરતા વધારે ઉંમરના લોકોના સેન્ટર્સ પર ખૂબ ઓછા લોકો આવી રહ્યા છે. દિલ્હી સરકાર હવે લોકોના ઘરે-ઘરે જઈને વેક્સિનેશન માટે વિનંતી કરશે. હવે લોકોને પોલિંગ સેન્ટર્સ પર જ વેક્સિનેશનની સુવિધા આપવામાં આવશે જેથી લોકોને વેક્સિન લેવામાં કોઈ મુશ્કેલી ન પડે. 

45 પ્લસવાળાને વેક્સિન માટે અભિયાન

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, શરૂઆતમાં 70 વોર્ડમાં આ શરૂ કરવામાં આવશે. પ્રતિ સપ્તાહ 70 વોર્ડમાં આ અભિયાન ચલાવવામાં આવશે. આ રીતે 4 સપ્તાહમાં આ અભિયાન શરૂ કરવાનો પ્રયત્ન છે. બૂથ લેવલ ઓફિસર્સ હવે લોકોના ઘરે જશે, 45 પ્લસવાળા લોકો અંગે પુછશે અને વેક્સિન અપાવશે. જો કોઈને વેક્સિન ન મળી હોય તો ઓફિસર તેમને સ્લોટ આપીને આવશે. 

2 દિવસ માટે મળશે સ્લોટ

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પોલિંગ બૂથ ઓફિસર આગામી 2 દિવસ પોત-પોતાના બૂથના ઘરોમાં જશે, આગામી 2 દિવસના સ્લોટ આપીને આવશે અને પછી બધાને વેક્સિન અપાશે. દરેક સપ્તાહે આ પ્રક્રિયા ચાલશે. 4 સપ્તાહમાં બધા લોકોને કવર કરી લેવામાં આવશે.