×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કુલ 7 ફેઝમાં યોજાશે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી, 3 રાજ્યોમાં એક જ તબક્કાનું મતદાનઃ CEC

- દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીથી મતદાન શરૂ થશે અને 10 માર્ચના રોજ પરિણામો આવી જશે

- આજથી 15મી જાન્યુઆરી સુધી રોડ શો, રેલી, સાઈકલ રેલી, પદયાત્રા પર સંપૂર્ણ રોક

નવી દિલ્હી, તા. 08 જાન્યુઆરી, 2022, શનિવાર

સીઈસી સુશીલ ચંદ્રએ પોતાના સંબોધનની શરૂઆતમાં જણાવ્યું કે, આ વખતે 5 રાજ્યોના 690 વિધાનસભા ક્ષેત્રો માટે ચૂંટણી થશે. ચૂંટણી પંચનો મુખ્ય ઉદ્દેશ્ય કોવિડ સેફ ઈલેક્શન કરાવવાનો છે અને કોરોના કાળમાં ચૂંટણી યોજવી તે એક પડકાર સમાન છે. આગામી 10 ફેબ્રુઆરીથી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે મતદાનની શરૂઆત થશે અને 10 માર્ચના રોજ પાંચેય રાજ્યોની મતગણતરી થશે. ઉત્તર પ્રદેશમાં કુલ 7 તબક્કામાં મતદાન થશે જ્યારે પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં માત્ર એક જ ફેઝમાં મતદાન થશે.  જ્યારે મણિપુરમાં 2 તબક્કામાં મતદાન થશે. 

વિજય સરઘસો પર પ્રતિબંધ

ચૂંટણી પંચના કહેવા પ્રમાણે ડિજિટલ, વર્ચ્યુઅલ, મોબાઈલ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવે. ફિઝિકલ પ્રચારના પરંપરાગત સાધનોનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવામાં આવે. રાજકીય પાર્ટીઓ રાતના 8:00 વાગ્યાથી સવારના 8:00 વાગ્યા સુધી કોઈ પ્રચાર, જનસંપર્ક નહીં કરી શકે. વિજય સરઘસો નહીં કાઢી શકાય. વિજયી ઉમેદવાર 2 લોકોની સાથે પ્રમાણ પત્ર લેવા માટે જશે. પાર્ટીઓને નિર્ધારિત જગ્યાઓએ જ સભા યોજવાની મંજૂરી મળશે. તમામ પાર્ટીઓ અને ઉમેદવારોને કોવિડ ગાઈડલાઈનનું આકરૂં પાલન કરવા અંડરટેકિંગ આપવી પડશે. 


- 10 માર્ચના રોજ પાંચેય રાજ્યની મતગણતરી થશે.

- ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીના રોજ થશે પ્રથમ ફેઝનું મતદાન.

- ઉત્તર પ્રદેશમાં કુલ 7 તબક્કામાં મતદાન યોજાશે. 

- યુપીમાં 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ, 7 માર્ચના રોજ કુલ 7 ફેઝમાં મતદાન થશે.

- પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં એક જ ફેઝમાં થશે મતદાન.

- 14 ફેબ્રુઆરીએ પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં મતદાન થશે. 

- મણિપુરમાં 2 તબક્કામાં મતદાન થશે. 

- મણિપુરમાં 27 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું, 3 માર્ચે બીજા તબક્કાનું મતદાન થશે. 

- 15મી જાન્યુઆરી સુધી કેમ્પેઈન પર કર્ફ્યુ.

- બૂથની સંખ્યામાં 16 ટકાનો વધારો કરવામાં આવ્યો. 

- કોરોનાના કારણે મતદાનના સમયમાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો. 

- કુલ 690 વિધાનસભા બેઠકો માટે કુલ 18.3 કરોડ મતદારો મતદાન કરશે. 

- ઉત્તર પ્રદેશમાં કુલ 403 બેઠક અને 7 તબક્કામાં મતદાન થશે. 

- પંજાબમાં કુલ 117 બેઠક અને એક જ તબક્કામાં મતદાન થશે. 

- ઉત્તરાખંડમાં કુલ 70 બેઠક અને એક જ તબક્કામાં મતદાન થશે. 

- મણિપુરમાં કુલ 60 બેઠક અને 2 તબક્કામાં મતદાન થશે. 

- ગોવામાં કુલ 40 બેઠક અને એક જ તબક્કામાં મતદાન થશે.