×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કુંભમાં કોરોનાઃ એક અખાડાના મહામંડલેશ્વરનુ નિધન, બે અખાડાઓએ કુંભ સમાપ્તિની જાહેરાત કરી દીધી


નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2021, શુક્રવાર

કુંભના કારણે હરિદ્વાર પર કોરોનાની ગંભીર મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો હોય તેમ લાગે છે. એક તરફ કુંભ મેળામાં સ્નાન કરવા માટે લાખો ભાવિકો અત્યાર સુધીમાં હરદ્વારમાં ઉમટેલા છે અને તેમાં પણ કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે. અત્યાર સુધીમાં 60થી વધુ સંતો પણ કોરોનાથી પોઝિટિવ થઈ ચુક્યા છે.

તેમાં પણ દહેરાદૂનમાં દાખલ અખિલ ભારતીય પંચ નિર્વાણી અખાડેના મહામંડલેશ્વર કપિલ દેવદાસનુ મોત થયુ છે. તેઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. તેમને શ્વાસમાં તકલીફ હતી અને તાવ આવી રહ્યો હતો.તેમના નિધનથી સંત સમાજ પણ સ્તબ્ધ થઈ ગયો છે.

બીજી તરફ પંચાયતી અખાડા શ્રી નિરંજની અને આનંદ અખાડાએ કુંભ મેળાના સમાપનની જાહેરાત કરીને પોતાની છાવણીઓ સંકેલવા માંડી છે. 17 એપ્રિલે નિરંજની અખાડાના સંતો પોતાની છાવણીઓ ખાલી કરી દેશે. હવે કુંભ મેળો ઔપચારિક રહી ગયો છે. 27 એપ્રિલે અખાડાઓનુ સ્નાન છે પણ તેમાં તમામ અખાડા સામેલ થતા નથી.

જાણકારોનુ માનવુ છે કે, હરદ્વારમાં આટલા લોકોના ઉમટી પડવાથી સંક્રમણનો ખતરો વધી શકે છે. કારણકે કોરોનાનો વાયરસ સુકી સપાટી કરતા ગંગાના પાણીમાં વધારે એક્ટિવ રહે તેવી પણ શક્યતા છે.પાણીના વહાવ સાથે વાયરસ વહેંચાઈ પણ શકે છે.