×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાશ્મીર ફાઈલ્સ અને કંતારા ઓસ્કરમાં શોર્ટલિસ્ટ થઈ નથી, ડિરેક્ટર પર ભ્રમિત કરવાનો આરોપ

Image: Twitter 


કાશ્મીર ફાઇલને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હોવાના સમાચાર સાંભળીને સેલિબ્રેશન તો થઇ રહ્યું છે લોકો તેમજ ફિલ્મ નિર્દેશક દ્વારા ઉત્સાહ પણ વ્યક્ત થઇ રહ્યો છે. પણ એ ઉત્સાહ પહેલા આટલું જરૂરથી જાણવું  કારણ કે અહિ શબ્દોમાં રમત થઇ ગઈ છે! હાલ કઈક એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે ધ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટ દ્વારા ફિલ્મ પ્રેમીઓને ભ્રમિત કર્યા છે.


ધ કાશ્મીર ફાઇલ્સના શોર્ટલિસ્ટ અંગેનુ સત્ય કઈક એવું છે કે હજુ સુધી તે ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી નથી. આ ફિલ્મ રેસમાં બની છે એટલે કે રિમાઇન્ડર લિસ્ટમાં સામેલ થઇ છે. માટે તે હવે ઓસ્કર 2023માં આગળ જઈ શકે છે અને શોર્ટલિસ્ટ પણ થઇ શકે છે. અપેક્ષાઓ પૂરી થાય છે કે આ ફિલ્મ તેમાં શોર્ટલિસ્ટ થાય પણ ખરેખર હજુ તેવું કશું જ થયું નથી. 

વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે- મોટી જાહેરાત, એકેડમીની પ્રથમ યાદીમાં ધ કાશ્મીર ફાઇલને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ભારતની 5 ફિલ્મોમાંથી એક છે. હું દરેકને અભિનંદન આપું છું. બીજા ટ્વિટમાં, ડિરેક્ટર લખે છે - પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, અનુપમ ખેર બધાને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ તો માત્ર શરૂઆત છે. હજુ ઘણું આગળ વધવાનું છે.

શું ડિરેક્ટરે ભ્રમિત કર્યાની ચર્ચા સાચી?? 
એકેડમી એવોર્ડ્સની ઓફિશિયલ વેબસાઈટ હાલ સુધી આ ફિલ્મને લઇ કોઈ પણ જાતનું અપડેટ થયું નથી.  આ ફિલ્મને શોર્ટલિસ્ટ કરવામાં આવી નથી ફક્ત અત્યારની માહિતી અનુસાર ફિલ્મને રિમાઇન્ડર લિસ્ટમાં સામેલ કરાય છે. ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારતની એક માત્ર ફિલ્મને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તે છે 'ધ લાસ્ટ ફિલ્મ શો', આ એકમાત્ર ભારતીય ફિલ્મ છે જેને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તેની જાહેરાત થઈ ચૂકી હતી. બાકીની કેટેગરીમાં શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મોની માહિતી હજુ આવવાની બાકી છે. માત્ર વિવેક જ નહીં, કંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીની ફિલ્મ પણ ઓસ્કાર માટે હજુ સુધી ક્વોલિફાય થઈ નથી.