×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાશ્મીરમાં યોજાનાર G20 સમિટ પર આતંકી ખતરો, ISISએ માંગી તમામ માહિતી, ગુપ્તચર રિપોર્ટમાં ઘટસ્ફોટ

Image  - wikipedia

નવી દિલ્હી, તા.01 મે-2023, સોમવાર

આ મહિને જમ્મુ-કાશ્મીરમાં યોજાનાર જી20 બેઠકને લઈને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISISના મોટા કાવતરાનો ઘટસ્ફોટ થયો છે. ગુપ્તચર રિપોર્ટ મુજબ પાકિસ્તાનથી આવેલા કેટલાક કોડેડ સંદેશાઓ અને સામે આવેલા અન્ય મેસેજોથી જાણવા મળ્યું છે કે, પાકિસ્તાન વહિવટીતંત્ર અને ત્યાંની ગુપ્તચર એજન્સી ISIS જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી જી20 બેઠક પહેલા મોટી ઘટના સર્જવા માંગે છે. 

આ કારસ્તાનને પાર પાડવા તેમણે આ બેઠકમાં સામેલ થનારા વોલિન્ટિયર અને ભાગ લેનારી NGOના લોકો વિશે સંપૂર્ણ માહિતી માંગી છે. આ માહિતી હેઠળ આ લોકોના નામ-સરનામા અને ફોટો પણ માંગવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર જ્યારે આ માહિતી પાકિસ્તાન સુધી પહોંચી જશે, ત્યારે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી એ નક્કી કરશે કે, તેઓ આમાંથી કયા-કયા વોલિન્ટિયર અથવા NGO સુધી પોતાની પહોંચ વધારી શકે છે. ઉપરાંત તેમના પર લાલચ કે ધમકીઓથી દબાણ લાવી શકે છે.

મોટી ઘટાનાને અંજામ આપવાની ફિરાકમાં આતંકી

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા તમામ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે ? ક્યારે અને ક્યાં કયા પ્રકારના કાર્યક્રમો યોજવાના છે? તે કાર્યક્રમોમાં કેટલા લોકો આવશે ? તે કાર્યક્રમ પહેલા કેવા પ્રકારની સુરક્ષા કવાયત કરવામાં આવી રહી છે ? આ તમામ નક્કર માહિતી મળ્યા બાદ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી જમ્મુ-કાશ્મીરમાં હાજર આતંકીઓની ટીમને મોટી ઘટનાઓને અંજામ આપવા માટે સૂચના આપશે.