×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘કાળા ચશ્મા, ઓરેન્જ જેકેટ, બરફમાં સ્કેટિંગ…’ ટ્વિટર પર ટ્રેન્ડ ‘ધ મૈજિક ઑફ RAGA’

નવી દિલ્હી, તા.19 ફેબ્રુઆરી-2023, રવિવાર

કોંગ્રેસની ભારત જોડો યાત્રા સમાપ્ત થયા બાદ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રજાઓની મજા માણી રહ્યા છે. રાહુલ ગાંધી હાલમાં કાશ્મીરના ગુલમર્ગમાં રજાઓનો આનંદ મળવી રહ્યા છે. અહીં તેમણે સ્કેટીંગ પણ કર્યું હતું. હવે તેમનો નવો લુક સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ અને ટ્રેન્ડ થઈ રહ્યો છે. ટ્વિટર પર વાયરલ થયેલા ફોટોમાં રાહુલ ગાંધી ઓરેન્જ જેકેટમાં જોવા મળી રહ્યા છે. તેમણે માથામાં બ્લ્યૂ ટોપી અને આંખો પર કાળા ચશ્મા પહેરેલા જોવા મળી રહ્યા છે.

રાહુલ ગાંધીની ગુલમર્ગમાં સ્કેટિંગ

ગુલમર્ગમાં બરફની ખીણોમાં સ્કેટિંગ કર્યા બાદ રાહુલ ગાંધીએ ત્યાં ઘણા પ્રવાસીઓ સાથે સેલ્ફી પણ લીધી હતી. રાહુલના સમર્થકો તેમને હીરો અને દેશના આગામી વડાપ્રધાન ગણાવી રહ્યા છે. તો કેટલાક રાહુલ ગાંધીને ઓલરાઉન્ડર કહી રહ્યા છે. કોંગ્રેસ નેતા સિકંદર બહેલે રાહુલ ગાંધીની પ્રશંસા કરી છે. તેમણે ટ્વિટર પર કહ્યું કે, ‘રાગનો જાદુ, ભક્તોની દુર્દશા!’ તો મીર ઈકબાલ અહેમદ નામના યુઝરે ટ્વીટ કરતાં કહ્યું કે, ‘રાહુલ ગાંધી ઓલરાઉન્ડર છે. તેઓ રાગા છે અને મારા નેતા છે.’

ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે #RaGa

ગોપી કૃષ્ણન નામના એક યુઝરે PM મોદીનો વીડિયો શેર કરી લખ્યું છે કે, 'RaGaને 98765મી વખત રિલોન્ચ કરાશે!' ગોપી કૃષ્ણન દ્વારા PM મોદીનો શેર કરાયેલો વીડિયો ET ગ્લોબલ બિઝનેસ સમિટનો છે. આ સમિટમાં PM મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર કટાક્ષ કર્યા હતા. દિનેશ પુરોહિત નામના યુઝરે ટ્વિટ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીને દેશવાસીઓ તેમના વડાપ્રધાન તરીકે જોઈ રહ્યા છે.

રાહુલ ગાંધી કેટલાક દિવસ કાશ્મીરમાં રહેશે

સૂત્રોના જણાવ્યા મુજબ હજુ થોડા દિવસો સુધી રાહુલ ગાંધીનો કાશ્મીરમાં રોકાવાનો કાર્યક્રમ છે. રાજ્ય કોંગ્રેસ સમિતિના સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધી ખાનગી મુલાકાતે છે અને ખીણમાં એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. ગત મહિને રાહુલ ગાંધીએ 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 3,970 કિમીની પદયાત્રા કરીને કન્યાકુમારીથી કાશ્મીર સુધી યોજાયેલી ભારત જોડો યાત્રાનું સમાપન કર્યું હતું.