×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાર પર ફાયરિંગની ઘટના બાદ ઓવૈસીને ઝેડ પ્લસ સુરક્ષા કવચ અપાયુ, 36 જવાનો કરશે સતત સુરક્ષા


નવી દિલ્હી, તા. 4. ફેબ્રુઆરી 2022 શુક્રવાર

AIMIMના આગેવાન અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીની કાર પર ગઈકાલે યુપીમાં થયેલા ફાયરિંગ બાદ હવે સરકારે તેમને આખા ભારતમાં ઝેડ પ્લસ રુક્ષા પૂરી પાડી છે.

કેન્દ્રના ગૃહ મંત્રાલયનુ કહેવુ છે કે, હવે સીઆરપીએફના જવાનોનુ સુરક્ષા કવચ તેમની સાથે રહેશે.

ગુરુવારે ઓવૈસીના કાફલા પર હુમલો થયો હતો અને હુમલાખોરોએ કાર પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ.પોલીસે બે હુમલાખોરોની ધરપકડ કરી છે.

પોલીસનુ કહેવુ છે કે, ઓવૈસી દ્વારા અપાતા નિવેદનોથી રોષે ભરાઈને તેમણે હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઝેડ પ્લસ કેટેગરીમાં 36 સુરક્ષા જવાનો હોય છે અને તેમાં 10 એનએસજી તેમજ એસપીજીના કમાન્ડો પણ સામેલ હોય છે.સુરક્ષાના પહેલા ઘેરાની જવાબદારી એનએસજી, બીજા ઘેરાની જવાબદારી એસપીજી સંભાળે છે.

આ સિક્યુરિટીમાં સીઆરપીએફ તેમજ આઈટીબીપીના જવાનો પણ સામેલ હોય છે.આ સિકયુરિટિમાં એસ્કોર્ટ અને પાયલોટિંગ વ્હીકલનો પણ સમાવેશ થાય છે.