×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાબુલ વિસ્ફોટોમાં 13 અમેરિકી સૈનિકોએ ગુમાવ્યો જીવ, બાઈડેને કહ્યું- હુમલાખોરોને વીણી-વીણીને મારીશું


- આ હુમલામાં 13 US કમાન્ડો સહિત અત્યાર સુધીમાં 100 કરતા પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે

નવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ, 2021, શુક્રવાર

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કાબુલ વિસ્ફોટોને લઈ વ્હાઈટ હાઉસથી આતંકવાદીઓને ચેતવણી આપતા તે તમામ સૈનિકોના મૃત્યુની કિંમત ચુકવવી પડશે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમે આ ભૂલીશું નહીં, તમને માફ નહીં કરવામાં આવે. અમે વીણી-વીણીને શિકાર કરીશું. અમે અફઘાનિસ્તાનમાં રહેતા અમારા અમેરિકી નાગરિકોને બચાવીશું, સાથે જ અમારા સહયોગિઓને પણ કાઢીશું. ઉલ્લેખનીય છે કે, આ હુમલામાં 13 US કમાન્ડો સહિત અત્યાર સુધીમાં 100 કરતા પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું હતું કે, અમારૂં મિશન ચાલુ રહેશે. જરૂર પડશે તો વધારાની અમેરિકી ફોજને ફરી અફઘાનિસ્તાન મોકલવામાં આવશે. તેના પહેલા વ્હાઈટ હાઉસે રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઈઝરાયલના નવા વડાપ્રધાન વચ્ચે થનારી પહેલી બેઠકનો કાર્યક્રમ ટાળી દીધો હતો અને અફઘાન શરણાર્થીઓ વિષયે ગવર્નરો સાથે થનારી વીડિયો કોન્ફરન્સ પણ રદ્દ કરી હતી. હુમલાને લઈ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, હુમલાખોરોને માફ નહીં કરવામાં આવે. 

'હવે તમારો શિકાર કરીશું'

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, જે લોકોએ આ હુમલાને અંજામ આપ્યો તેઓ આ જાણી લે કે, અમે લોકો આ માફ નહીં કરીએ. તેને ભૂલીશું પણ નહીં. હવે અમે લોકો તમારો શિકાર કરીશું. તમારે આ હુમલાની કિંમત ચુકવવી પડશે. અમેરિકા તે ISIS નેતાને બહુ સારી રીતે ઓળખે છે જેણે આ હુમલો કરાવ્યો છે. અમે લોકો રસ્તો કાઢીશું અને કોઈ મોટા સૈન્ય ઓપરેશન વગર તે ગમે ત્યાં રહે ત્યાંથી શોધી કાઢીશું. અમેરિકા કોઈ પણ સંજોગોમાં આ મહિનાના અંત સુધીમાં અફઘાનિસ્તાનમાંથી પોતાના તમામ સૈનિકોને કાઢી લેશે. 

વધુમાં જણાવ્યું કે, અમે આજે જે લોકોને ગુમાવ્યા છે તેમણે સ્વતંત્રતા માટે પોતાનો જીવ આપ્યો છે. સુરક્ષાની સેવા, અન્યોની સેવા અને અમેરિકાની સેવામાં જીવ આપ્યો છે. હું એવું કદી નથી માનતો કે, અફઘાનિસ્તાનમાં લોકશાહી ધરાવતી સરકાર સ્થાપિત કરવા અમે અમારા સૈનિકોની કુરબાની આપતા રહીએ. એક એવો દેશ જે પોતાના ઈતિહાસમાં એક વખત પણ સંયુક્ત દેશ બનીને રહી શક્યો હોય. આ જ સમય હતો 20 વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાનો.