×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાબુલમાં દેખાયો મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની, અમેરિકાએ જાહેર કર્યુ હતુ 35 કરોડનુ ઈનામ


કાબુલ, તા. 21 ઓગસ્ટ 2021 શનિવાર

મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની કાબુલના રસ્તા પર ખુલ્લેઆમ ફરતો જોવા મળી રહ્યો છે. ખલીલ હક્કાનીના પર અમેરિકાએ 5 મિલિયન ડૉલર એટલે કે લગભગ 35 કરોડ 15 લાખ રૂપિયાનુ ઈનામ જાહેર કર્યુ છે.

આજે સવારે હક્કાનીએ કાબુલની પુલ-એ-ખિશ્તી મસ્જિદમાં લોકોને તાલિબાન પ્રત્યે નિષ્ઠાના શપથ લીધા. આ દરમિયાન લગભગ 100 લોકો મસ્જિદમાં હાજર રહ્યા. શપથ બાદ આતંકી ખલીલ હક્કાનીએ કહ્યુ કે અફઘાનિસ્તાનની સુરક્ષા જ અમારી પ્રાથમિકતા છે.

એક રિપોર્ટ અનુસાર આતંકી હક્કાનીએ કહ્યુ કે સુરક્ષા વિના જીંદગી ચાલશે નહીં. ખલીલ હક્કાનીએ કહ્યુ કે અમે સુરક્ષા આપીશુ. આ દરમિયાન તેમણે કહ્યુ કે અફઘાનિસ્તાનના લોકોના વેપાર અને શિક્ષણ માટે પણ અમે લોકો કામ કરીશુ. મહિલાઓ અને પુરૂષોમાં ભેદભાવ કરાશે નહીં. 

જ્યારથી અફઘાનિસ્તાન પર આતંકી સંગઠન તાલિબાનનો કબ્જો થયો છે ત્યારથી ત્યાંના રસ્તા પર આતંકીઓ ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યા છે. કાબુલમાં આતંકી રસ્તા પર હથિયાર લહેરાવી રહ્યા છે અને લોકોને ધમકાવી રહ્યા છે. તાલિબાની આતંકી છેલ્લા કેટલાક સમયમાં અમેરિકી સૈનિકોની મદદ કરનારને શોધી રહ્યા છે.

મસ્જિદમાં ખલીલ હક્કાનીનુ ભાષણ ખતમ થયુ ત્યાં હાજર લોકોએ તાલિબાન અને હક્કાનીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. ખલીલ હક્કાનીનો સંબંધ હક્કાની નેટવર્ક સાથે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના વિસ્તારમાં હક્કાની નેટવર્કનુ મોટુ યોગદાન માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે જલાલુદ્દીન હક્કાનીએ પોતાના હક્કાની નેટવર્કની સ્થાપના વર્ષ 1970માં કરી હતી. એવુ માનવામાં આવે છે કે વર્ષ 2001માં હક્કાની નેટવર્કે જ ઓસામા બિન લાદેનને ભાગવામાં મદદ કરી હતી.