×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાચની દિવાલ અને ઈન્ટરકોમ પર વાતચીત, જેલમાં આ રીતે શાહરૂખ અને આર્યન વચ્ચે થઈ મુલાકાત

મુંબઈ,તા.21 ઓકટોબર 2021,ગુરૂવાર

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામની અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા બાદ આજે શાહરૂખ ખાન પુત્રને મળવા માટે આર્થર રોડ જેલ પહોંચ્યો હતો.

આર્યન ખાને હવે હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. દરમિયાન કોરોના કાળમાં જેલમાં કેદીઓને મળવા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો હોવાથી શાહરૂખ ખાન આજે આર્યનને મળવા માટે પહોંચ્યા હતા.

14 દિવસથી જેલમાં બંધ આર્યન સાથે શાહરૂખે પહેલી વખત આમને સામને વાત કરી હતી. જોકે તેમની વચ્ચે કાચની દિવાલ હતી અને બંને વચ્ચે ઈન્ટરકોમ થકી વાતચીત થઈ હતી. લગભગ 18 મિનિટ સુધી વાત ચાલી હતી. તે દરમિયાન જેલના અધિકારીઓ પણ હાજર હતા.

આ પહેલા શાહરૂખખાન અને ગૌરી ખાને આર્યન સાથે વિડિયો કોલ પર વાતચીત કરી હતી. જેલમાં સપ્તાહમાં બે વખત કેદીઓને તેમના પરિવારજનો સાથે વિડિયો કોલ પર વાત કરાવવામાં આવતી હોય છે.

આર્યન ખાન જામીન નહીં મળવાથી પરેશાન છે. તે જેલમાં કોઈની સાથે વાત પણ કરી રહ્યો નથી. શાહરૂખ અને ગૌરીને પુત્રની તબિયત અંગે ચિંતા છે. તેઓ આ બાબતે જેલના અધિકારીઓ પાસેથી જાણકારી લેતા રહે છે.

એવુ પણ કહેવાય છે કે, જેલમાં આર્યન ખાનને અંદરનુ ખાવાનુ ભાવતુ નથી. બાકીના કેદીઓને પણ તે ક્યારેક કહે છે કે, હું નિર્દોષ છું અને મેં કશું ખોટુ નથી કર્યુ. આર્યનને બેરેકમાં પાતળી ચાદર અને ગણતરીની વસ્તુઓ આપવામાં આવી છે.

દરમિયાન હાઈકોર્ટમાં આર્યનની જામીન અરજીની 26 ઓક્ટોબરે સુનાવણી રાખવામાં આવી છે.