×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાગળો ફાડ્યા, માર્શલનુ ગળુ પકડયુ, એલઈડી ટીવીના સ્ટેન્ડ પર ચઢી ગયાઃ જાણો સસ્પેન્ડ સાંસદો પર શું આરોપ છે


નવી દિલ્હી, તા. 30. નવેમ્બર, 2021 મંગળવાર

સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે રાજ્યસભાના 12 સાંસદોનો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.તેમના પર 11 ઓગસ્ટે  રાજ્યસભામાં હંગામો કરવાનો આરોપ છે.

જોકે આ સાંસદો પર કયા પ્રકારના આરોપ છે તેની વિગતો હવે સપાટી પર આવી છે.બે સાંસદોએ પોતાના સ્કાર્ફથી ફાંસીનો ફંદો બનાવ્યો હતો અને ફંદો ગળામાં નાખી નારાબાજી કરી હતી.

આ પૈકીના એક સાંસદ ડોલા સેન પર સંસદીય બાબતોના મંત્રીનો રસ્તો રોકવાનો પણ આરોપ છે.ડોલા સેને તો તેમની સાથે ધક્કા મુક્કી પણ કરી હતી.કોંગ્રેસના સાંસદ ફૂલો દેવી નેતામે કાગળ ફાડ્યા હતા અને રાજ્યસભાના મહાસચિવના ટેબલ પર ફેંક્યા હતા.કોંગ્રેસના સાંસદ છાયા વર્માએ મહિલા માર્શલો સાથે પણ ગેરવર્તન કર્યુ હતુ.

અન્ય કેટલાક સાંસદોએ પેપર ફોલ્ડર છીનવી લીધા હતા.કોંગ્રેસના કે નાસિર હુસેન અને શિવસેનાની પ્રિયંકા ચતુર્વેદી પર કાગળો ફાડીને સંસદમાં ફેંકવાનો આરોપ છે.અન્ય એક સાંસદ તો એલઈડી ટીવી મુકવાના સ્ટેન્ડ પર ચઢી ગયા હતા.એક સાંસદે પુરુષ માર્શળનુ ગળુ પકડી લીધુ હતુ.

આ ઘટના બાદ સંસદીય બાબતોના મંત્રી પ્રહ્લાદ જોષીએ કહ્યુ હતુ કે, સંસદના ઈતિહાસનો આ સૌથી શરમજનક દિવસ હતો.