×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટક ભાજપમાં કકળાટ: યેદિયુરપ્પાએ કહ્યુ કે પાર્ટી કહેશે તો ખુરશી છોડી દઈશ

કર્ણાટક,તા.6 જૂન 2021,રવિવાર

કર્ણાટક ભાજપમાં પણ આજકાલ ઉથલ પાથલ ચાલી રહી છે. અહીંયા સત્તાધારી ભાજપમાં હાલના સીએમ યેદિયુરપ્પા સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.

તેમને સીએમ તરીકે હટાવાશે તેવી અટકળો વચ્ચે ખુત યેદિયુરપ્પાએ કહ્યુ હતુ કે, જે દિવસે મને હાઈકમાન્ડ સીએમ પદ છોડવાનુ કહેશે તે દિવસે હું રાજીનામુ આપી દઈશ. સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, રાજ્યમાં ભાજપનો કોઈ વિકલ્પ હોય તેવુ મને લાગતુ નથી.

એવુ કહેવાઈ રહ્યુ છે કે, યેદિયુરપ્પાને સીએમ પદેથી હટાવવા માટે ભાજપમાં હિલચાલ ચાલી રહી છે. જોકે મુખ્યમંત્રીની નજીકના કેટલાક ધારાસભ્યોએ દાવો કર્યો હતો કે, યેદિયુરપ્પા પોતાનો કાર્યકાલ પુરો કરશે અને બે વર્ષ પછી યોજાનારી ચૂંટણીમાં ભાજપનુ નેતૃત્વ ફરી કરશે.

તાજેતરમાં કર્ણાટક સરકારના મંત્રીએ દાવો કર્યો હતો કે, ભાજપના કેટલાક ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે અને આજે પણ સંખ્યાબંધ જગ્યાએ થયેલી બેઠકો અંગે પણ ખબર પડી છે. જેમાં કેટલાક મંત્રી પણ સામેલ થયા છે. જ્યારે ઉપમુખ્યમંત્રી સી એન નારાયણે કહ્યુ હતુ કે, અમને આવી કોઈ જાણકારી નથી. યેદિયુરપ્પા અમારા મુખ્યમંત્રી અને નેતા રહેવાના છે. યેદિયુરપ્પા મજબૂત થઈને કામ કરી રહ્યા છે.

આમ ભાજપમાં જૂથવાદ દેખાઈ રહ્યો છે. યેદિયુરપ્પા સામે કર્ણાટક ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી અસંતોષ પ્રવર્તી રહ્યો છે. જે હવે ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે.