કર્ણાટક ચૂંટણી : કોંગ્રેસને ફટકો… 2018માં સાથ નિભાવનાર JDSએ ગઠબંધનની પાડી ‘ના’બેંગલુરુ, તા.30 માર્ચ-2023, ગુરુવાર
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકાણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીની જાહેરાત થયા બાદ પક્ષો વચ્ચે શાબ્દીક યુદ્ધપણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન JDSના વડા અને પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ કોંગ્રેસ-JDS ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. કુમારસ્વામીએ સ્પષ્ટ કહ્યું કે, ચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે કોઈ ગઠબંધન નહીં થાય. બીજી તરફ જેડીએસના નિવેદન પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે.
અમે તો તેમને (JDS) ફોન પણ કર્યો નથી : કોંગ્રેસ
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે.શિવકુમારે કહ્યું કે, અમે તેમને (JDS) ફોન પણ કર્યો નથી અને તેમને સાથે આવવા પણ કહ્યું નથી... કર્ણાટકના લોકોએ કોંગ્રેસને મત આપવાનો નિર્ણય કર્યો છે અને અહીં અમારી સરકાર બનશે.
ભાજપે કહ્યું 150 બેઠકો જીતીશું... કોંગ્રેસે કહ્યું ભાજપ 60 બેઠકો પણ નહીં લાવી શકે
કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. બી.એસ.યેદિયુરપ્પાના 150થી વધુ બેઠક જીતવાના નિવેદન પર સિદ્ધારમૈયાએ કહ્યું કે, ભાજપ 60 બેઠકો પણ જીતી શકશે નહીં... અગાઉ ગુબ્બી મતવિસ્તારના JDS ધારાસભ્ય શ્રીનિવાસે કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા અને પ્રદેશ અધ્યક્ષ ડી.કે.શિવકુમારની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ મેળવ્યું હતું.
યેદિયુરપ્પાની જાહેરાત, ચૂંટણી નહીં લડે
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ મોટી જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. યેદિયુરપ્પાએ પોતાની ઉંમરને લઈ આ જાહેરાત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, મેં વિધાનસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. સીએમ પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું કારણ કે મારી ઉંમર 80 વર્ષે પહોંચી ગઈ છે. મારી ઉંમર 80 વર્ષથી વધુ હોવા છતાં હું માત્ર આ વખતે જ નહીં પરંતુ આગામી વખતે પણ રાજ્યમાં ફરતો રહીશ... અમે જોઈશું કે, માત્ર આ વખતે જ નહીં પરંતુ આગામી વખતે પણ બહુમતી મળે...
કર્ણાટકમાં 10મી મેએ ચૂંટણી, 13 મીએ પરીણામ
કર્ણાટકમાં 10મી મેએ એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ કરી લેવામાં આવશે. જ્યારે 13મી મેએ પરીણામો જાહેર કરવામાં આવશે. કર્ણાટકમાં હાલ ભાજપની સરકાર છે. જેને પગલે કોંગ્રેસ પોતાના હાથમાં સત્તા લેવા માટે જ્યારે ભાજપ સત્તા જાળવી રાખવા માટે જોર લગાવી રહ્યા છે. જનતા દળ સેક્યુલર રાજ્યમાં ત્રીજો મોટો પક્ષ છે. તેથી ત્રણેય પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જામવાની શક્યતાઓ છે. ભાજપ, કોંગ્રેસ અને જનતાદળ સેક્યૂલર મેદાનમાં છે જ ત્યારે હવે ચોથો પક્ષ આમ આદમી પાર્ટી પણ કર્ણાટકની જંગમાં કૂદવાની તૈયારીમાં છે.
કર્ણાટકની તમામ બેઠકો પર ચૂંટણી લડશે AAP
દિલ્હીના મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલે જાહેર કરી હતી કે, કર્ણાટક વિધાનસભાની બધી જ બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને ઉતારશે. અરવિંદ કેજરીવાલ પણ કર્ણાટકમાં રેલી કહી ચુક્યા છે અને પોતાનું સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 80 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. તેથી કર્ણાટકનો ચૂંટણી જંગ જામવાની તૈયારીમાં છે. આપ અત્યાર સુધીમાં પંજાબ, ગુજરાત, હિમાચલ, ઉત્તરાખંડમાં ચૂંટણી લડી ચુકી છે.
કર્ણાટકમાં વિધાનસભાની કુલ 224 બેઠકો
કર્ણાટકમાં વિધાનસભાની કુલ 224 બેઠકો છે. જેમાંથી ભાજપ પાસે 119 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 75 અને જેડીએસ પાસે 28 ધારાસભ્યો છે અને બે બેઠકો ખાલી પડી છે. કર્ણાટકમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી અહીં મે 2018માં યોજાઈ હતી. કર્ણાટકમાં 2018માં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી. કોંગ્રેસ અને JDSએ મળીને સરકાર બનાવી હતી. જેડીએસ નેતા કુમારસ્વામી ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ લગભગ 14 મહિના પછી કોંગ્રેસના ઘણા ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા જેના કારણે કુમારસ્વામી સરકાર પડી ગઈ હતી. આ પછી ભાજપે બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. જોકે યેદિયુરપ્પાએ બે વર્ષ બાદ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી બસવરાજ બોમાઈ રાજ્યના સીએમ બન્યા હતા.
વિધાનસભાની ચાર બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે
ચૂંટણી માટેનું નોટિફિકેશન 13મી એપ્રીલે બહાર પાડવામાં આવશે જ્યારે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ 20મી એપ્રીલ રહેશે. 21મીએ ઉમેદવારીપત્રોની છટણી કરાશે અને તેને પરત લેવાની અંતિમ તારીખ 24મી એપ્રીલ નક્કી કરવામાં આવી છે. આ વખતે મતદાનનો દિવસ બુધવાર નક્કી કરવામાં આવ્યો છે કે જેથી લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરી શકાય. આ સાથે જ લોકસભાની એક અને વિધાનસભાની ચાર બેઠકો પર પણ કર્ણાટકની સાથે જ પેટા ચૂંટણી યોજાશે.
કર્ણાટકમાં 5.2 કરોડ મતદારો
રાજ્યમાં કુલ 5,21,73,579 મતદારો છે. આ મતદારોમાં 100 વર્ષથી વધુ ઉંમરના 16 હજારથી વધુ મતદારો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે કર્ણાટકમાં 9.17 લાખ નવા મતદારો છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો ઘરેથી મતદાન કરી શકશે. આ ઉપરાંત 1 એપ્રિલે 18 વર્ષની ઉંમરના લોકો પણ મતદાન કરી શકશે. 100 બુથ પર દિવ્યાંગ કર્મચારીઓ તૈનાત રહેશે.
કર્ણાટકમાં વિધાનસભાનો કાર્યકાળ 24મેના રોજ સમાપ્ત થશે
કર્ણાટકમાં 24મી મે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. કર્ણાટકમાં વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી અહીં મે 2018માં યોજાઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 80 અને જેડીએસને 37 બેઠકો મળી છે. જો કે કોઈ પક્ષને બહુમતી મળી નથી.
5 વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી બદલાયા
કર્ણાટકમાં છેલ્લા 5 વર્ષમાં ઘણી રાજકીય ઉથલપાથલ થઈ છે. 5 વર્ષમાં ત્રણ વખત રાજ્યમાં સીએમ બદલાયા, 23 મે, 2018ના રોજ સીએમ તરીકે શપથ લેનારા સૌપ્રથમ કુમારસ્વામી હતા. તેઓ 23 જુલાઈ 2019 સુધી મુખ્યમંત્રી રહ્યા. આ પછી યેદિયુરપ્પા 26 જુલાઈ 2019 થી 28 જુલાઈ 2021 સુધી મુખ્યમંત્રી રહ્યા. યેદિયુરપ્પાના રાજીનામા પછી, બસવરાજ 28 જુલાઈ 2021ના રોજ મુખ્યમંત્રી બન્યા. તેઓ રાજ્યના હાલના સીએમ છે.
બેંગલુરુ, તા.30 માર્ચ-2023, ગુરુવાર