કર્ણાટકમાં કોંગ્રેસ જ કિંગ, સ્પષ્ટ બહુમતી મળી
- કોંગ્રેસને સંજીવની મળી, પીએમ મોદીના પ્રચારના કારણે ભાજપનો રકાસ અટક્યો
- કર્ણાટકના છ પ્રદેશોમાંથી ચાર પર કોંગ્રેસનો કબજો : ભાજપના ફાળે માત્ર એક, બેંગ્લુરુમાં મિશ્ર પ્રતિસાદ
- ભાજપના 14 મંત્રીઓનો પરાજય : સિદ્ધારમૈયા 9મી વખત, ડીકે શિવકુમાર 8મી વખત જીત્યા
- આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં મુખ્યમંત્રી નક્કી થશે : સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર દાવેદાર
બેંગ્લુરુ : કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોએ શનિવારે દેશના અનેક રાજ્યોમાંથી ખોવાઈ ગયેલા કોંગ્રેસ પક્ષને સંજીવની આપી છે. કોંગ્રેસ ૧૦ વર્ષ પછી ફરી એક વખત સત્તા પર પાછી આવી છે જ્યારે ભાજપે દક્ષિણમાં તેનો એકમાત્ર ગઢ ગુમાવ્યો છે. કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસે ૧૩૬ બેઠકોમાં વિજય મેળવીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે જ્યારે એન્ટી ઈન્કમ્બન્સીનો સામનો કરતા ભાજપ માત્ર ૬૫ બેઠકોમાં સમેટાઈ ગયો હતો. આ સિવાય રાજ્યમાં મોટાભાગે કિંગમેકરની ભૂમિકા ભજવતા જનતા દળ-સેક્યુલરને પણ જનતાએ માત્ર ૧૯ બેઠકો આપીને તેનું કદ વેતરી નાંખ્યું છે.
છ મહિનામાં હિમાચલ પછી કોંગ્રેસનો બીજો મોટો વિજય છે. કર્ણાટકમાં શનિવારે સવારે મતગણતરી શરૂ થયા પછી કેટલાક એક્ઝિટ પોલમાં દર્શાવાયું હતું તેમ જ કોંગ્રેસે પ્રારંભિક તબક્કામાંથી જ લીડ મેળવી હતી અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું કે, રાજ્યમાં ૧૦ વર્ષ પછી કોંગ્રેસ અભૂતપૂર્વ પૂર્ણ બહુમતી સાથે પુનરાગમન કરી રહી છે. કોંગ્રેસે ૨૨૪ વિધાનસભા બેઠકોમાંથી બહુમતી માટેનો ૧૧૩નો જાદુઈ આંક સરળતાથી વટાવીને ૧૩૬ બેઠકો મેળવી હતી. રાજ્યમાં ૩૪ વર્ષ પછી કોઈ એક પક્ષને આટલી બેઠકો મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને વિજયના અભિનંદન આપ્યા હતા અને પક્ષને લોકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.
કર્ણાટકના પ્રભારી રણદીપ સુરજેવાલના જણાવ્યા મુજબ કોંગ્રેસની વિધાનસભા પક્ષની પહેલી બેઠક રવિવારે સાંજે યોજાશે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થશે. કર્ણાટકના છ પ્રદેશોમાંથી કોંગ્રેસે જૂના મૈસૂર, મુંબઈ કર્ણાટક, હૈદરાબાદ કર્ણાટક અને મધ્ય કર્ણાટક પર કબજો જમાવ્યો હતો જ્યારે ભાજપ માત્ર કોસ્ટલ કર્ણાટક પર તેનું પ્રભુત્વ જાળવી શક્યો હતો. બેંગ્લુરુમાં તેને મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો.
વડાપ્રધાન મોદી સહિત ભાજપે કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં બધું જ બળ હોમી દીધું છતાં તે ૬૫ બેઠકો સુધી જ મર્યાદિત થઈ ગયું. ૨૦૧૮માં ભાજપ ૧૦૪ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ તરીકે ઊભર્યો હતો જ્યારે આ વખતે તેણે ૩૯ બેઠકો ગુમાવી હતી. રાજ્યમાં મોટાભાગે કિંગમેકરની ભૂમિકા ભજવતા જનતા દળ-સેક્યુલરની પાંખો પણ જનતાએ કાપી લીધી હતી. આ વખતે તેને માત્ર ૧૯ બેઠકો મળી છે જ્યારે ૨૦૧૮માં સૌથી ઓછી ૩૭ બેઠકો જીતવા છતાં જેડીએસના કુમારસ્વામીએ ૮૦ બેઠકો જીતનાર કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી અને પોતે મુખ્યમંત્રી બન્યા હતા.
આ ચૂંટણીમાં ભાજપને એટલો મોટો ફટકો પડયો છે કે બોમ્મઈ સરકારના ૧૪ મંત્રીઓએ પરાજયનો સામનો કરવો પડયો હતો, જેમાં વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી, વી. સોમન્નાનો સમાવેશ થાય છે. જોકે, મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ૧,૦૦,૦૧૬ મતથી શિગગોંગ બેઠક પર વિજય મેળવ્યો હતો. એ જ રીતે બીએસ યેદિયુરપ્પાના પુત્ર બીવાય વિજયેન્દ્ર શિકારિપુરા બેઠક પર ૮૧,૮૧૦ મત મેળવીને જીતી ગયા છે. આ ચૂંટણીમાં ભાજપે ૩૯ બેઠકો ગુમાવી છે, પરંતુ તેનો વોટશૅર માત્ર ૦.૪૨ ટકા જ ઘટયો છે. ૨૦૧૮માં તેને ૩૬.૨૨ ટકા મત મળ્યા હતા જ્યારે આ વખતે ૩૫.૮ ટકા મત મળ્યા છે. બીજીબાજુ કોંગ્રેસનો વોટ શૅર ૩૮.૦૪ ટકાથી વધીને ૪૩.૧ ટકા થયો છે.
કોંગ્રેસના આ વિજયનો શિરપાવ સ્થાનિક વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને અપાય છે. ૭૫ વર્ષના સિદ્ધારમૈયાએ વરુણા બેઠક પર ૧,૧૯,૮૧૬ મત મેળવીને ૯મી વખત વિજય મેળવ્યો હતો જ્યારે કનકપુરા બેઠક પરથી ડીકે શિવકુમાર પણ ૮મી વખત જીત્યા હતા. તેમણે ૧,૨૧,૫૯૫ મત મેળવ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેનો પણ ચિત્તપુર બેઠક પર વિજય થયો હતો. તેમણે ૮૧૩૨૩ મત મેળવ્યા હતા.
છેલ્લા કેટલાક વર્ષોથી સતત પરાજયોનો સામનો કરતા કોંગ્રેસ માટે દક્ષિણના મોટા રાજ્યમાં મળેલો આ વિજય સંજીવની સમાન સાબિત થયો છે. બેંગ્લુરુથી દિલ્હી અને રાંચીથી અમદાવાદ સુધી પક્ષના કાર્યકરોએ આ વિજયની હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરી હતી. આ વિજયે કોંગ્રેસ માટે આ વર્ષના અંતમાં યોજાનારી અન્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ તેમજ ૨૦૨૪માં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસને નવો જુસ્સો આપ્યો છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, આ જનતા જનાર્દનનો વિજય છે. અમારા બધા જ નેતાઓએ સંયુક્તપણે કામ કર્યું છે અને અમે આપેલા વચનો વહેલી તકે પૂરા કરીશું. સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, ૨૦૨૪માં લોકસભામાં પણ કોંગ્રેસનો વિજય થશે અને રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે. સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બનશે તેમ માનવામાં આવે છે. મુખ્યમંત્રી માટેના અન્ય એક દાવેદાર ડીકે શિવકુમારે પણ આ વિજય માટે ગાંધી પરિવારને શ્રેય આપ્યું હતું અને ભાવુક થઈ જતાં કહ્યું હતું કે તેમને યાદ છે કે ભાજપ સરકારમાં તેમને જેલમાં ધકેલી દેવાયા ત્યારે સોનિયા ગાંધી પોતે તેમને જેલમાં મળવા આવ્યા હતા.
વિધાનસભા ચૂંટણી 2023
પક્ષ
બેઠક
-
-
૨૦૨૩
૨૦૧૮
તફાવત
કોંગ્રેસ
૧૩૬
૮૦
+ ૫૭
ભાજપ
૬૫
૧૦૪
- ૩૯
જેડી-એસ
૧૯
૩૭
-૧૮
અન્ય
૩
૦
+ ૩

પક્ષ |
બેઠક |
- |
|
- |
૨૦૨૩ |
૨૦૧૮ |
તફાવત |
કોંગ્રેસ |
૧૩૬ |
૮૦ |
+ ૫૭ |
ભાજપ |
૬૫ |
૧૦૪ |
- ૩૯ |
જેડી-એસ |
૧૯ |
૩૭ |
-૧૮ |
અન્ય |
૩ |
૦ |
+ ૩ |