×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કબૂતરબાજોનું કારસ્તાનઃ કલોલમાં રૂપિયા 1.10 કરોડની ડીલમાં એજન્ટ્સે ઘરમાં ઘૂસીને કર્યું ફાયરિંગ


- દંપતી અમેરિકા પહોંચે એટલે અડધી રકમ અને બાકીની રકમ 1.5 મહિનામાં ચુકતે કરવાની ડીલ થઈ હતી

તા. 05 ફેબ્રુઆરી, 2022, શનિવાર

અમેરિકા કેનેડાની સરહદે માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજીને મોતને ભેટનારા ગુજરાતી પરિવારની ઘટના હજુ તાજી જ છે ત્યાં લોકોની વિદેશ જવા માટેની ઘેલછાની વધુ એક ઘટના સામે આવી છે. ગાંધીનગરના કલોલ ખાતે વિદેશ જવા માટે કબૂતરબાજીનો સહારો લેવામાં એજન્ટ્સ સાથે વિવાદ થતાં ઘરમાં ઘૂસીને ફાયરિંગ કરવાની ઘટના બની છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે અને વિવિધ ટીમો બનાવીને અન્ય આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 

ઘટનાની વિગતો પ્રમાણે કલોલના મારૂતિ બંગલોમાં રહેતા વિષ્ણુ પટેલે પોતાના પરિવારના 2 સદસ્યોને અમેરિકા મોકલવા માટે બ્રહ્મભટ્ટ દેવલ નામના એક એજન્ટનો સંપર્ક સાધ્યો હતો. એજન્ટ દ્વારા 72 કલાકમાં વિઝા કરાવી આપવાનું જણાવવામાં આવ્યું હતું અને 1 કરોડ 10 લાખ રૂપિયામાં ડીલ થઈ હતી. 

ડીલ પ્રમાણે પરિવારના બંને સદસ્યો અમદાવાદથી દિલ્હી પહોંચ્યા હતા પરંતુ તેમને અમેરિકા પહોંચાડ્યા પહેલા જ એજન્ટ દ્વારા રૂપિયાની માગણી કરવામાં આવી હતી. ઉપરાંત એજન્ટ્સે 23 જાન્યુઆરીએ ટિકિટ આવી જશે તેવી ખાતરી આપી હતી પરંતુ બાદમાં બુકિંગ બંધ હોવાથી 27મી તારીખે આવશે તેમ જણાવ્યું હતું. આખરે 4 તારીખે ટિકિટ આવી હતી પરંતુ ડીલ પ્રમાણે તેઓ અમેરિકા પહોંચે ત્યાર બાદ અડધું પેમેન્ટ કરવાનું હતું અને બાકીની રકમ 1.5 મહિનામાં ચુકતે કરવાની હતી. 

એજન્ટે દિલ્હીથી ફોન કરીને વિષ્ણુ પટેલના ઘરે પોતાનો માણસ મોકલ્યો હતો અને રૂપિયાની માગણી કરી હતી. જોકે શરત એવી થઈ હતી કે, બંને જણા અમેરિકા પહોંચે ત્યાર બાદ જ 1.10 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ મામલે વિવાદ થતાં ફરિયાદીએ પોતાના ભત્રીજાને અને તેની વહુને દિલ્હીથી પાછા બોલાવી લીધા હતા. 

રોષે ભરાયેલા એજન્ટ્સે મોડી રાતે 3 માણસો મોકલ્યા હતા જેમણે ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું. સદનસીબે ફરિયાદી દૂર ખસી જતાં મિસ ફાયરમાં તેમનો બચાવ થયો હતો. પાડોશીઓએ એક વ્યક્તિને પકડીને પોલીસના હવાલે કર્યો હતો જ્યારે 3 લોકો હજુ પણ ફરાર છે.