×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કપૂરથલા ખાતે નિશાન સાહિબ સાથે ગેરવર્તણૂક, મોબ લિન્ચિંગ બાદ આરોપીનું મોત


- કપૂરથલા ગુરૂદ્વારાના નિવેદન પ્રમાણે પોલીસ કે કોઈ એજન્સીએ આ મામલે હસ્તક્ષેપ ન કરવો જોઈએ

નવી દિલ્હી, તા. 19 ડિસેમ્બર, 2021, રવિવાર

પંજાબમાં સુવર્ણ મંદિર ખાતે ગેરવર્તણૂકનો મામલો ગરમાયો છે ત્યારે હવે કપૂરથલા ખાતેથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. નિશાન સાહિબ સાથે ગેરવર્તણૂક કરનાર વ્યક્તિને ટોળાએ માર માર્યો હતો અને આ કારણે તેનું મોત થયું છે. શનિવારે અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે જે ઘટના બની ત્યાર બાદ રવિવારે કપૂરથલાના નિઝામપુર ખાતે કથિત ગેરવર્તણૂકનો બનાવ સામે આવ્યો હતો. તેમાં મારપીટના કારણે આરોપીનું મોત થયું છે. 

કથિત રીતે રવિવારે સવારના સમયે આરોપીએ કપૂરથલા નિશાન સાહિબને દૂર કરવા પ્રયત્ન કર્યો હતો. જ્યારે આરોપીને પકડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તે ભાગવા લાગ્યો હતો. જોકે આખરે તે પકડાઈ ગયો હતો અને લોકોએ તેના સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. આ ઘટના બાદ કપૂરથલા ખાતે તણાવ વ્યાપ્યો છે. 

કપૂરથલા ગુરૂદ્વારાના નિવેદન પ્રમાણે પોલીસ કે કોઈ એજન્સીએ આ મામલે હસ્તક્ષેપ ન કરવો જોઈએ. પંજાબ પોલીસ અને રાજ્ય સરકાર ગેરવર્તણૂક મામલે એક સરખા જવાબદાર છે. આ સાથે જ લોકોને મોટા પાયે એકઠા થવા માટે પણ કહેવામાં આવ્યું છે.