×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કન્હૈયા કુમારને બિહાર કોંગ્રેસના અધ્યક્ષ બનાવશે રાહુલ ગાંધી!


- મદન મોહન ઝાએ રાજીનામાની રજૂઆત કરીને બિહારમાં નવા અધ્યક્ષ બનાવવા માટેનો રસ્તો સાફ કરી આપ્યો

પટના, તા. 16 એપ્રિલ 2022, શનિવાર

રાજકીય સંકટનો સામનો કરી રહેલી બિહાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાના રાજીનામાની રજૂઆત બાદ નવા અધ્યક્ષના નામને લઈ અટકળોનું બજાર ગરમાયું છે. આશરે 4 વર્ષ સુધી બિહાર કોંગ્રેસના અધ્યક્ષ પદે રહેલા મદન મોહન ઝા શુક્રવારે દિલ્હીથી પટના પહોંચ્યા હતા અને પોતે ગુરૂવારે રાહુલ ગાંધીને મળ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસના બંધારણમાં રાજીનામુ આપવાની કોઈ જ પરંપરા નથી. તેમણે 6 મહિના પહેલા જ રાજીનામુ આપ્યું હતું અને ફરી એક વખત તેમણે રાજીનામા માટે રજૂઆત કરી છે. હવે બધું હાઈકમાનના નિર્ણય પર નિર્ભર છે. 

આ તરફ પાર્ટી સૂત્રોનું માનીએ તો જો રાહુલ ગાંધીની ઈચ્છા પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો તો બિહારમાં કોંગ્રેસના રાજકારણમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. એક અહેવાલ પ્રમાણે બિહારમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધીની પહેલી પસંદ કન્હૈયા કુમાર છે. 

રાજકીય જાણકારોના કહેવા પ્રમાણે હાલ બિહારમાં રાજદ અને કોંગ્રેસના રસ્તા અલગ છે અને તેનું મોટું કારણ કન્હૈયા કુમારનું કોંગ્રેસમાં આગમન પણ છે. કન્હૈયા કુમાર ભૂમિહાર જાતિના છે અને પાર્ટીનું માનવું છે કે, જો ભાજપને પડકાર આપવો હોય તો કન્હૈયા યુવાનોમાં ઉર્જા અને જોશ ભરી શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા તારિક અનવરનું માનીએ તો બિહાર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નવા ચહેરાની જરૂરિયાત અનુભવાઈ રહી છે અને અધ્યક્ષ પદ માટે રેસમાં અનેક નામો છે. 

તારિક અનવરના મતે વિધાન પરિષદમાં દળના નેતા મદન મોહન ઝાએ રાજીનામાની રજૂઆત કરીને બિહારમાં નવા અધ્યક્ષ બનાવવા માટેનો રસ્તો સાફ કરી આપ્યો છે.  

બિહાર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના પદ પર કોઈ પણ જાતિ-સમુદાયના નેતાની પસંદગી થઈ શકે છે. દલિતોમાં સૌથી ઉપર લોકસભા અધ્યક્ષ મીરા કુમારનું નામ છે. જો મીરા કુમાર અધ્યક્ષ તરીકે પસંદગી પામશે તો તેઓ બિહાર કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ઓળખાશે. અન્ય દલિત નેતાઓમાં ધારાસભ્ય રાજેશ કુમાર અને ધારાસભ્ય દળના પૂર્વ નેતા અશોક રામનું નામ પણ લેવાઈ રહ્યું છે. 

જો મુસ્લિમ સમુદાયની વાત કરીએ તો શકીલ અહમદ ખાનનું નામ સૌથી ઉપર ચાલી રહ્યું છે.