×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કન્નડ સુપર સ્ટાર પુનીત રાજકુમારનું હાર્ટ એટેકના કારણે અવસાન, મોટા ભાઈ સામે તોડ્યો દમ


- જિમમાં એટેક આવ્યો તે સમયે ભાઈ શિવરાજકુમાર અને યશ પણ સાથે હતા

નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર, 2021, શુક્રવાર

સેન્ડલવુડ ઈન્ડસ્ટ્રીના મશહૂર કલાકાર પુનીત રાજકુમારનું હાર્ટ એેટેકના કારણે અવસાન થયું છે. તેઓ માત્ર 46 વર્ષની ઉંમરના હતા. પુનીતને શુક્રવારે સવારે બેંગાલુરૂની વિક્રમ હોસ્પિટલમાં તબિયત ખરાબ થયા બાદ દાખલ કરવામાં આવ્યા હતા. હાર્ટ એટેક બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અનેક પ્રયત્નો છતાં ડોક્ટર્સ તેમને બચાવવામાં અસફળ રહ્યા હતા. 

પુનીત સવારે જિમમાં કસરત કરવા માટે ગયા હતા અને ત્યાં જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ તેમના ભાઈ શિવરાજકુમાર અને યશ પણ ત્યાં જિમ કરી રહ્યા હતા. 

પુનીત રાજકુમારના સમાચાર જાણીને શિવરાજકુમારની દીકરી નિવેદિતા હોસ્પિટલ પહોંચી ગઈ હતી. સ્ટાર રવિચંદ્રન અને નિર્માતા જયન્ના તથા કે પી શ્રીકાંત પણ પુનીતની ખબર લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. 

પુનીત રાજકુમાર વેટરન અભિનેતા રાજકુમારના દીકરા હતા અને છેલ્લે યુવારત્ના ફિલ્મમાં જોવા મળ્યા હતા. તેમના મૃત્યુ બાદ હોસ્પિટલ અને ઘરની બહાર પોલીસ કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે કારણ કે, તેમના ચાહકોની ભારે ભીડ જમા થઈ રહી છે.