×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કદાવર નેતાનો મોટો દાવો – ગેહલોત સંકટમાં, ચાલુ મહિને રાજસ્થાનને મળશે નવા મુખ્યમંત્રી!

image : Twitter


રાજસ્થાનમાં 2018થી જ મુખ્યમંત્રી પદ મળવાની રાહ જોતા સચિન પાઈલટના જૂથે મોટો દાવો કર્યો છે. પાઈલટ જૂથના સમર્થક મનાતા ધારાસભ્ય અને એસસી કમિશનના ચેરમેન ખિલાડી લાલ બૈરવાએ કહ્યું કે વિધાનસભા ચૂંટણીથી પહેલા રાજ્યમાં નેતૃત્વ પરિવતર્નની તૈયારી થઇ રહી છે. તેમણે કહ્યું કે ચાલુ મહિને રાયપુર અધિવેશન બાદ ગમે ત્યારે આ પરિવર્તન કરવામાં આવી શકે છે.  

લાલ બૈરવાના આ દાવા બાદ ફરી એકવાર અટકળોનો દોર શરૂ 

લાલ બૈરવાના આ દાવા બાદ ફરી એકવાર અટકળોનો દોર શરૂ થઇ ગયો છે. તેમણે આ વાત એવા સમયે કહી હતી જ્યારે ખુદ પાઇલટે પણ પાર્ટીના ટોચના નેતૃત્વને ઉતાવળે નિર્ણય લેવા અપીલ કરી હતી. બૈરવાની આ ટિપ્પણી એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે તેમણે પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાઈલટ સાથે મુલાકાત બાદ તેમના નિવાસની બહાર જ પત્રકારોને જણાવી હતી. તેમણે કહ્યું કે પાર્ટીએ કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓ મંત્રી શાંતિ ધારિવાલ, મહેશ જોશી અને આરટીડીસી ચેરમેન ધર્મેન્દ્ર રાઠોડ વિરુદ્ધ શિસ્તભંગનો કેસ બંધ નથી કર્યો. 

24થી 26 ફેબ્રુઆરી વચ્ચે છત્તીસગઢના રાયપુરમાં અધિવેશન 

બૈરવાએ કહ્યું કે છત્તીસગઢના રાયપુરમાં 24થી 26 ફેબ્રુઆરી વચ્ચે અધિવેશન યોજાયા બાદ હાઈકમાન રાજસ્થાન અંગે મોટો નિર્ણય લઈ શકે છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાઈલટને પાર્ટીની સંપત્તિ ગણાવતા બૈરવાએ કહ્યું કે ગેહલોત પાર્ટીની ફિક્સ્ડ ડિપોઝિટ છે તો પાઈલટ વર્કિંગ કેપિટલ છે.